લો ચૂંટણી પહેલા રૂઝાન આવવાના શરુ ! ડીસામાં કેજરીવાલની સભા પહેલા પોસ્ટર ફાડી સળગાવી દેવાયા : જુઓ વિડિઓ

159

પાલનપુર : ડીસામાં આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની સભા પહેલા પોસ્ટર ફાડી સળગાવી દેતા આપના કાર્યકરોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.મોડી રાત્રે પોસ્ટરો સલગાવતા આપના કાર્યકર્તાઓએ ઘટના સ્થળે પહોંચી પોલીસને ફરિયાદ કરી હતી.અને હવે ભાજપ જો આવી હરકત કરશે તો ઈંટ નો જવાબ પથ્થરથી આપવાની ચેલેન્જ કરી હતી.

ડીસા ઉત્તર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી

ડીસામાં આજે AAP ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની જાહેર સભા યોજાનાર છે.તે પૂર્વેજ મોડી શહેરના માર્ગ ઉપર લગાવેલા અરવિંદ કેજરીવાલના પોસ્ટરો ફાડી ને સળગાવી દેવાયા હતા.મોડી રાત્રે બનેલી આ ઘટનાની જાણ થતાં AAP ના ઉમેદવાર ડો.રમેશ પટેલ અને ભેમાભાઈ ચૌધરી સહિત કાર્યકર્તાઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ બનાવ અંગે જાણ કરતા ડીસા ઉત્તર પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી.

AAP ના કાર્યકરોમાં ભારે આક્રોશ

ભાજપના લોકો દ્વારા પોસ્ટરો ફાડીને સળગાવી દેતા AAP ના કાર્યકરોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.આ અંગે ડોક્ટર રમેશ પટેલે જણાવ્યું હતું કે રાત્રે 2:00 વાગે ઊઠીને ભાજપના કાર્યકરોએ પોસ્ટર ફાડી દેવા પડે એ તેમની 27 વર્ષના શાસનની નિષ્ફળતા છે.ભાજપે આવી હરકત કરતા શરમ આવવી જોઈએ અને હવે જો ભાજપ દ્વારા આવી હરકત કરવામાં આવશે તો અમે ઇંટનો જવાબ પથ્થરથી આપીશું તેની ખાત્રી આપું છું,છેલ્લે એ પણ વિનંતી કરી હતી ભાજપ પાસે બીજા કોઈ કામ બચ્યા નથી એટલે એમના આકાઓના લેંઘા ઝભ્ભા ધોવાના હોય એ ધોઈ નાખો કારણ કે બે મહિના પછી આમ આદમી પાર્ટીની સરકાર બનાવની છે.

Share Now