વિદેશી મહિલાના પ્રેમમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ લાખો ઉડાવ્યા !

185

એક તરફ ગુજરાતના IPS બેડામાં હની ટ્રેપનો મુદ્દો ઘણો ચર્ચામાં આવ્યો હતો.હજી આ મામલે ઘણાં ખુલાસા થઈ રહ્યા છે ત્યારે હવે એક નવી જ ઘટના સામે આવી છે જેમાં ગુજરાતના એક જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના ક્લાસ-2 અધિકારી વિદેશ ફરવા ગયા હતા અને ત્યાં વિદેશી મહિલા સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા અને ત્યાર બાદ અધિકારીને બ્લેકમેઈલ કરવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે.

આ મામલે અધિકારીઓના બેડામાં થઈ રહેલી ચર્ચા અનુસાર, માર્ગ અને મકાન વિભાગના અધિકારી થોડાં વખત પહેલાં વિદેશ ગયા હતા ત્યાં તેઓ વિદેશી મહિલા સાથે ગળાડૂબ પ્રેમમાં પડ્યા હતા.આ પછી અધિકારી અને મહિલા વચ્ચે પ્રેમ સંબંધ વધુ ગાઢ થતો ગયો હતો.પ્રેમ એટલી હદે થયો કે અધિકારી વર્ષમાં બે-ત્રણ વાર વિદેશ જવા લાગ્યા.સરકારી કામ અર્થે દિલ્હી જવાનું ઘરે કહી ને વિદેશ યાત્રા પર જતા હોવાની વાતો ચર્ચામાં છે.પણ પ્રેમમાં ભંગ ત્યારે થયો જ્યારે થોડા સમય પછી આ વિદેશી મહિલા તેનો રંગ બતાવી અધિકારીને બ્લેકમેઈલ કરવા લાગી અને અધિકારી જોડે થી એક બે વાર પૈસા પડાવ્યા.આ પછી વિદેશી મહિલા વારંવાર પૈસા માગતી હોવાથી અધિકારીએ કંટાળીને ફોન ઉંચકવાના બંધ કરી દીધા.થોડા દિવસ બાદ બન્યું એવું કે અ મહિલા અચાનક ગુજરાત આવી પહોંચી અને અધિકારીને વિડીયો કોલ કરીને ડરાવવા લાગી.

હદ તો ત્યારે થઈ જ્યારે અધિકારીના એક નીકટના કોન્ટ્રાક્ટરે સમગ્ર મામલો હાથ પર લઇ વિદેશી મહિલાને લાખો રૂપિયા આપ્યા હોવાની વાત સામે આવી છે.તેમજ મહિલાની વિદેશ જવાની ટિકિટ કરાવી આપી તમામ પુરાવા લઇ મામલો થાળે પાડ્યો હોવાનુ પણ જાણવા મળ્યું છે.ગુજરાતમાં આ રીતે અનેક લોકો ભોગ બને છે પણ પોતાના ઈમેજ બચાવવાના ચક્કરમાં કઈ જાહેર કરતા નથી અને આવી ઘટનાઓનો ભોગ બને છે.

Share Now