ભારતે જીત સાથે હોકી વર્લ્ડકપમાં ખોલાવ્યું ખાતું : પ્રથમ મેચમાં સ્પેનને 2-0થી હરાવ્યું

265

ભારતના હોકી વર્લ્ડ કપની ઓડિશામાં મેચો ચાલી રહી છે.ભારતીય ટીમ ટૂર્નામેન્ટની પોતાની પ્રથમ મેચ રમવા ઉતરી હતી.આ મેચમાં ટીમ ઈન્ડિયા સામે સ્પેનની ટીમ હતી.ભારતે આ મેચમાં સ્પેનને 2-0થી હરાવ્યું હતું.

ભારત માટે સ્થાનિક ખેલાડી અમિત રોહિદાસે ગોલ કર્યો હતો.આ સાથે જ હાર્દિક સિંહે ભારત માટે બીજો ગોલ કર્યો હતો.બંને ટીમો વચ્ચેની આ મેચ રાઉરકેલાના બિરસા મુંડા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી.ભારતીય ટીમ પૂલ-ડીમાં છે.ભારત અને સ્પેન ઉપરાંત ઈંગ્લેન્ડ અને વેલ્સ પણ આ પૂલમાં છે.આ પહેલા ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક ભારત અને સ્પેન વચ્ચેની મેચ જોવા માટે મેદાન પર પહોંચ્યા હતા.આ સિવાય ઓડિશાના મુખ્યમંત્રીએ પણ રાષ્ટ્રગીતમાં ભાગ લીધો હતો.

ભારતીય ટીમ

ભારત : પીઆર શ્રીજેશ,કૃષ્ણ પાઠક,જર્મનપ્રીત સિંહ,સુરેન્દર કુમાર,હરમનપ્રીત સિંહ (સી),વરુણ કુમાર,અમિત રોહિદાસ (વીસી),નીલમ સંજીપ સાઈસ,મનપ્રીત સિંહ,હાર્દિક સિંહ, નીલકાંત શર્મા,શમશેર સિંહ,વિવેક સાગર પ્રસાદ,આકાશદીપ સિંહ મનદીપ સિંહ,લલિત કુમાર ઉપાધ્યાય,અભિષેક,સુખજિત સિંહ

સ્પેનની ટીમ

સ્પેન : એન્ડ્રેસ રફી,અલેજાન્ડ્રો એલોન્સો,સેઝર કુરીલ,ઝેવી ગિસ્પર્ટ,બોર્જા લેકેલે,અલ્વારો ઇગ્લેસિઆસ,ઇગ્નાસીયો રોડ્રિગ્ઝ,એનરિક ગોન્ઝાલેઝ,ગેરાર્ડ ક્લેપ્સ,એન્ડ્રેસ રફી,જોર્ડી બોનાસ્ટ્રે, જોઆક્વિન મેનિની,મારિયો મેરિન (રેકિન),માર્કિન કેપ્ટન),પેપે કુનીલ,માર્ક રિકન્સ,પાઉ કુનીલ,માર્ક વિઝકેનો

Birsa Munda Hockey Stadium

Share Now