Budget-2023 : આવતીકાલે રજુ કરવામાં આવશે આર્થિક સર્વે,પહેલા થશે સર્વપક્ષીય બેઠક, આ મુદ્દા પર થશે ચર્ચા

191

દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજુ કરશે.બજેટ સત્ર આવતીકાલે એટલે કે 31 જાન્યુઆરીથી શરુ થઇ રહ્યું છે.એના પહેલા આજે સોમવારે સરકારે સર્વદલીય બેઠક બોલાવી છે.આ બેઠક સોમવારે 12 વાગ્યે થશે.આ દિવસે NDAની બધી જ સહયોગી પાર્ટીની પણ બેઠક બોલાવવામાં આવી છે.સંસદીય મંત્રી પ્રહલાદ જોશીએ બધી પાર્ટીને બેઠક માટે નિમંત્રણ આપ્યું છે.બેઠકમાં બજેટને સારી રીતે ચલાવવા માટે સરકાર કોંગ્રેસ,TMC સહિત બધી જ મુખ્ય વિપક્ષીય પાર્ટીને સહયોગ લેવાની સંભાવનાની ચકાસણી કરશે.જણાવી દઈએ કે સંસદના દરેક સત્રમાં આવા પ્રકારની બેઠકનું આયોજન કરતી રહી છે.બેઠકમાં વિપક્ષી પાર્ટી એવા મુદ્દાઓને રાખી શકે છે જેની સત્ર દરમિયાન તેઓ ચર્ચા કરવા માંગે છે.

ભારતમાં કોરોના વાઈરસ સંક્રમણનો સૌથી ખરાબ સમય જતો રહ્યો છે.પરંતુ હજુ પણ આપણે એ ખતરાથી સંપૂર્ણ રીતે બહાર નથી આવી શક્યા. 2021ના ખરાબ સમયને જોતા એક માંગ વધી રહી છે કે સરકારે સ્વાસ્થ્ય સંભાળ તરફ વધુ ધ્યાન આપવું જોઈએ.અર્થતંત્ર પાછું પાટા પર આવી જ રહ્યું હતું કે વૈશ્વિક મંદી ફરી એક નવો ખતરો બનીને બહાર આવી ગઈ છે.

એક સર્વેમાં લગભગ 50 ટકા લોકો નું માનવું છે કે અર્થતંત્ર 2023માં આગળ વધશે અને 31 ટકા મંદીની શંકા છે.આ સાથે જ મોંઘવારીએ પણ સામાન્ય માણસની કમર તોડી નાંખી છે.સ્વાસ્થ્યના વધતા ખર્ચાએ ઘરની બચતને પણ થપ્પડ મારી દીધી છે.એવામાં નાણા મંત્રી નિર્મલા સીતારમણથી મેડીકલ અને હેલ્થ ઇન્સ્યોરન્સ પર ડિસ્કાઉંટ વધારવાની માંગ પણ વધી રહી છે.

Share Now