યુવરાજસિંહે પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી પર લગાવ્યા ગંભીર આરોપ, જાણો શું કહ્યું ?

92

ડમીકાંડમાં નામ ન લેવા બાબતે પૈસા લેવાનો આરોપ લાગ્યા બાદ યુવરાજસિંહ જાડેજાને ભાવનગર પોલીસ દ્વારા નિવેદન લેવા માટે સમન્સ પાઠવવામા આવ્યું હતું ત્યારબાદ યુવરાજસિંહ પ્રથમ સમન્સમાં તબિયત લથડતા હાજર રહ્યા ન હતા અને પોલીસ પાસે સમય માંગ્યો હતો જે બાદ પોલીસે ફરી સમન્સ પાઠવી 21 એપ્રિલ એટલે કે આજે હજાર રહેવા સમન્સ પાઠવ્યું હતું.ત્યારે આજે સવારે યુવરાજસિંહે પોલીસ સમક્ષ જતાં પહેલા મીડિયા સાથે વાત કરી હતી.

મીડિયા સાથે વાત કરતાં યુવરાજે કહ્યું હતું કે મારી પાસે 30 કૌભાંડીઓના નામ છે.આ કૌભાંડ 2004 થી શરૂ છે.અગાઉ મે અવધેશ પટેલ,અવિનાશ પટેલ,જાશું ભીલ,હિરેન પટેલ સહિતના નામ આપ્યા હતા તેમ છતાં તેમણે કેમ જવાબ આપવા ન બોલાવ્યા.અત્યારે મારી સાથે રાજકીય કિન્નાખોરી થઈ રહી છે.પોલીસની કામગીરી પણ સમગ્ર મામલે શંકાના ઘેરામાં હોવાનું યુવરાજસિહે કહ્યું હતું.વધુમાં યુવરાજસિંહે ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે આ મામલે પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વઘાણીની પણ પૂછપરછ થવી જોઈએ અને સાથે અસિત વોરાનું પણ સમન્સ નીકળવું જોઈએ.વધુમાં યુવરાજે કહ્યું હતું કે મે ખેસ પહેર્યો નથી એટલે મને હેરાન કરવામાં આવી રહ્યો છે.મને ગમે ત્યારે પતાઈ દેવામાં આવશે,હિત એન્ડ રનમાં પણ મને પતાવી શકે છે તેમ યુવરાજસિંહે કહ્યું હતું.હવે યુવરાજસિંહ દ્વારા લગાવવામાં આવેલ આરોપોમાં કેટલું તથ્ય છે તે આવનાર સમય જોવું રહ્યું.

પોલીસ સમક્ષ હાજર થતાં પૂર્વે યુવરાજસિંહ ખોલશે કૌભાંડોની ‘ગુજરાત ફાઇલ્સ’ ?

ડમીકાંડ કેસનો પર્દાફાશ કરનાર યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સામે ફરી ચોંકાવનારો દાવો કર્યો છે.તેમણે દાવો કર્યો હતો કે ઘણા મોટા નેતાઓ અને પૂર્વ મંત્રીઓ પણ ડમી પરીક્ષાર્થીઓની આ બાબતથી વાકેફ હતા.એટલું જ નહીં, ભાવનગર પોલીસે 2011થી આ કૌભાંડ ચાલતું હોવાનું જણાવ્યું છે,જ્યારે તેમના કહેવા મુજબ ડમી ઉમેદવારોને પરીક્ષામાં બેસાડી નોકરી અપાવવાની આ રમત 2004થી ચાલી રહી છે.જાડેજાએ જણાવ્યું હતું કે તેમના વતી કરવામાં આવી રહેલા ખુલાસાને કારણે હવે તેમને અને તેમના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે.તેઓ પોલીસ સમક્ષ સુરક્ષાની માંગ કરી ચૂક્યા છે,પરંતુ સુરક્ષા આપવામાં આવી નથી. હવે તે ફરી પોલીસ રક્ષણની માંગણી કરશે.જાડેજાએ દાવો કર્યો હતો કે માર્ચ 2023માં યોજાયેલ 12માની બોર્ડની પરીક્ષામાં પણ ડમી ઉમેદવારો બેઠા છે.તેમણે કહ્યું કે દર્શન બરૈયા નામના વિદ્યાર્થીની જગ્યાએ ઋષિ બરૈયા નામનો ઉમેદવાર ડમી ઉમેદવાર તરીકે પરીક્ષામાં હાજર થયો હતો.ઋષિની માતાએ મને વિનંતી કરી હતી,જેથી માનવતા દાખવતા નામ બહાર પાડ્યું ન હતું.યુવરાજે આ ઉમેદવારનો વીડિયો પણ જાહેર કર્યો હતો.તેણે દાવો કર્યો હતો કે તેણે આ વીડિયો ગામના સરપંચ અને અન્ય સાક્ષીઓની હાજરીમાં તૈયાર કર્યો હતો,જેમાં ઋષિ પોતે કબૂલાત કરી રહ્યો છે.

યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તેઓ આજે ભાવનગર પોલીસના એસઓજી પીઆઈ સમક્ષ હાજર થશે.આ મામલે તેમની પાસે રહેલી માહિતી પુરાવા સાથે રજૂ કરશે.પોલીસને જણાવશે કે કયા મોટા નેતાઓ અને પૂર્વ મંત્રીઓ આ બાબતથી વાકેફ છે.તેની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ.જાડેજાએ જણાવ્યું હતું કે તેઓ તેમની નાદુરસ્ત તબિયતના કારણે હાજર થયા નથી.તેણે એમ પણ કહ્યું કે તેને ફસાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ડમી એક્ઝામિનર કેસમાં રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ગુરુવારે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે.જેમાં મિલન બરૈયા અને વિરમદેવસિંહ ગોહિલનો સમાવેશ થાય છે.આ સાથે આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા વધીને 8 થઈ ગઈ છે.યુવરાજ સિંહ દ્વારા 36 નામ જાહેર કરવામાં આવ્યા છે,જેમાંથી 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.જે લોકોના નામ સામે આવ્યા છે તેઓ ગામમાં ઘરોને તાળા મારીને ભાગી ગયા છે.

Share Now