
– મનસુખ વસાવાને પૈસા બનાવવા હોય તો નગરપાલિકા, નરેગામાં હાથ નાખે ? પણ હરામનો પૈસો મારા ઘરમાં નહિ આવે
– દુનિયાને ઉથલપાથલ કરી નાખું એટલી તાકાત ધરવું છું, BJP સાંસદે મંચ પરથી ઠાલવો પ્રચંડ જાતઆક્રોશ
– દેડિયાપાડામાં વિશેષ જન સંપર્ક અભિયાન લાભાર્થી સંમેલનમાં ભરૂચ MP એ નાનામાં પત્ર લખનાર સામે કાઢી મનમૂકીને ભડાસ
ભરૂચ ભાજપના સૌથી સિનિયર સાંસદ મનસુખ વસાવાએ નાનામાં પત્ર લખનાર અને પોતાના પર ભ્રષ્ટાચારના આરોપો મુકનારાઓને જાહેર મંચ પરથી આડે હાથે લીધા છે.દેડિયાપાડામાં BJP નું વિશેષ જનસંપર્ક અભિયાન હેઠળ આજે ગુરૂવારે આદર્શ નિવાસી શાળા ખાતે લાભાર્થી સંમેલન યોજાયું હતું.ભરૂચ BJP સાંસદ મનસુખ વસાવાએ નાનામાં પત્રમાં કરાયેલા આક્ષેપો ઉપર જોરશોરમાં ગાજ વરસાવી હતી.સાંસદે કહ્યું હતું કે, મનસુખ વસાવાએ પૈસા બનાવવા હોય તો નગર પાલિકા,નરેગામાં હાથ નાખે.મારે પૈસા બનવવા હોય તો દહેજ-ઝઘડિયામાં મોટા મોટા ઉધોગો આવેલા છે.હું નાક દબાવું તો કરોડો રૂપિયા ઓકાવું,પણ હરામનો પૈસો મારા ઘરમાં નહિ આવે.હું સાતેય વિધાનસભામાં જવ છું અને જે સાચી વાત હોય તે કહું છું.જે બાયલા લોકો હોય તે નનામો પત્ર લખે છે.ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા લોકોને હું ખુલ્લા પાડું છું.એવા લેટરો ફરિયા કરે, રાજનીતિમાં એવું રહેવાનું આપણે બોહ ચિંતા નહિ કરવાની.
વધુમાં તેઓએ ચૈતર વસાવાની કોઈ હેસિયત નહોતી કે તે દેડિયાપાડા જીતે.હારી ગયા તો મારા માથે પાડે.પાલિકા,તાલુકા પંચાયત ડંકે કી ચોટ પર મનસુખ વસાવાએ બનાવી છે.રાતો રાત વિધાનસભાઓ નથી જીત્યા,કોંગ્રેસ,બિટીપી સામે સંઘર્ષ કર્યો છે.ભરૂચના સાંસદે ત્યાં સુધી કહી દીધું હતું કે, તેઓ દુનિયાને ઉથલપાથલ કરી શકે તેટલી તાકાત ધરાવે છે.પાર્ટીનું યોગદાન છે પણ મારી પણ તાકાત છે.