– બિલ્ડર્સ ગ્રુપના પ્રોજેક્ટની વિગતો મેળવવા રાજકોટ મ્યુ. કોર્પોરેશનમાં છાનબીન : રાજકોટના રાધિકા, શિલ્પા જ્વેલર્સ, જે.પી. એક્સપોર્ટ્સ અને વર્ધમાન બિલ્ડર્સ ગ્રુપને ત્યાં બીજા દિવસે તપાસ યથાવત; બંધ બારણે સ્ટોક વેલ્યુએશન
રાજકોટ, : રાજકોટ અને જુનાગઢમાં જ્વેલર્સ અને બિલ્ડર્સ ગ્રુપને ત્યાં આવકવેરાની તપાસ આજે બીજા દિવસે પણ યથાવત રહી હતી.તપાસ દરમિયાન લાખો રૂા.ના બેનામી વ્યવહારો બહાર આવ્યા હોવાનું તેમજ 25 લોકર સીઝ કરી હોવાનું જાણવા મળ્યું હતું.આવકવેરા વિભાગના અધિકારીઓને આજે બિલ્ડર્સ ગ્રુપની તપાસ દરમિયાન રાજકોટ મ્યુ. કોર્પોેશનની ઓફિસે પહોંચ્યા હતા.જ્યાંથી ક્યાબિલ્ડરે કેટલા પ્રોજેક્ટ મુક્યા છે ? બિલ્ડરો દ્વારા મુકવામાં આવેલા હાઈરાઈઝ,લોરાઈઝ અને કોમર્શિયલ બિલ્ડિંગના કેટલા પ્લાનપાસ થયા ? તેની વિગતો મેળવવા માટે પ્રયાર્સો કર્યા હોવાનુ જાણવા મળ્યું હતું.
રાજકોટમાં ગઈકાલે શહેરના જાણીતા રાધિકા જ્વેલર્સ,શિલ્પા જ્વેલર્સ,સીવીએમ જ્વેલર્સ,જે.પી. એક્સપોર્ટ ઉપરાંત વર્ધમાન બિલ્ડર ગ્રુપ સહિત તેના સાથે સંલગ્ન ધંધાર્થીઓને ત્યાં રાજકોટ,અમદાવાદ,વડોદરા,વલસાડ સહિતના આવકવેરા વેરા અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.ગઈકાલે મોડી રાત્રી બાદ આજે પણ આખા દિવસ દરમિયાન સ્ટોક વેલ્યુએશનની તપાસ બંધ બારણે ચાલતી રહી હતી.જેમાં લાખો રૂા.ના બેનાવી વ્યવહારો મળી આવ્યા હોવાનું આવકવેરા વિભાગના સુત્રોએ જણાવ્યું હતું તપાસ દરમિયાન બે ડઝનથી વધુ લોકર અને ચાર કરોડથી વધુ લોકર સીઝ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન બિલ્ડરોએ મોટા પ્રોજેક્ટર મ્યુ. કોર્પોરેશનમાં મુક્યા હોવાની વિગતો મળતા આજે રાજકોટ મ્યુ. કોર્પોરેશનમાં આવકવેરા વિભાગના તપાસનીશ અધિકારીઓ પહોંચ્યા હતા.જેમાં તેઓએ જે બિલ્ડરને ત્યાં આવકવેરાની તપાસ થઈ રહી છે તે બિલ્ડરોએ રાજકોટ મ્યુ. કોર્પોરમાં વર્ષ 2022 થી 2033 દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારકોમાં કેટલા હાઈરાઈઝ – લોરાઈઝ પ્લાન મુક્યા છે ? તેમાંથી કેટલા પ્લાન પાસ થયા છે ? તેની વિગતો એકત્ર કરી હતી.
કોમ્પ્યુટરાઈઝ હિસાબી વિગતોના આધારે હિસાબી રેકર્ડની છાનબીન કરવામાં આવતા ઘણી વિગતો શંકાસ્પદ મળી આવી હતી.સ્ટોક વેલ્યુએશનની કામગીરી હજુ આવતીકાલ તા. 13 સુધી ચાલે તેવી સંભાવના દર્શાવી સંભવત: બે દિવસ બાદ બેનામી વ્યવહારોની વિગતો જાહેર કરી શકાશે તેવીી શક્યતા વર્શાવી હતી.