રોકાણકારોનો વિશ્વાસ પરત ફરતાં અદાણીએ 1 અબજ ડોલરથી વધુ લોનની કામગીરીને વેગ આપ્યો

120

– અંબુજા સિમેન્ટ લિમિટેડની ખરીદીને ફાઇનાન્સ કરવા માટે લીધેલી લોન પર $60 કરોડ અને $75 કરોડનું પુનર્ધિરાણ (રિફાઈનાન્સ) મેળવવા ચર્ચા કરી રહ્યું છે

મુંબઈ : અબજોપતિ ગૌતમ અદાણીનું જૂથ સંભવિતપણે $1 અબજથી વધુ એકત્ર કરવા માટે લોન માર્કેટમાં પરત ફરી રહ્યું છે,જે એક યુએસ શોર્ટ સેલર દ્વારા તેના શેરો અને બોન્ડ્સમાં મંદીને કારણે છ મહિના બાદ ધીમા ધોરણે રોકાણકારોનો વિશ્વાસ કેળવી ફંડ એકત્ર કરવાની ક્ષમતા પુનઃપ્રાપ્ત કરી રહ્યું છે.

Adani Group બાર્કલેઝ પીએલસી,ડોઇશ બેન્ક એજી અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ પીએલસી સાથે અંબુજા સિમેન્ટ લિમિટેડની ખરીદીને ફાઇનાન્સ કરવા માટે લીધેલી લોન પર $60 કરોડ અને $75 કરોડનું પુનર્ધિરાણ (રિફાઈનાન્સ) મેળવવા ચર્ચા કરી રહ્યું છે, બ્લૂમબર્ગે ગુરુવારે અહેવાલ આપ્યો હતો.વધુમાં અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિ.એ સોલર મોડ્યુલ પ્રોજેક્ટ માટે બાર્કલેઝ અને ડોઇશ બેન્ક પાસેથી લોન મારફતે $394 મિલિયન એકત્ર કર્યા છે.અદાણી ગ્રૂપે તેના ડેટ મેટ્રિક્સમાં સુધારાને પગલે તાજેતરના મહિનાઓમાં ફંડ એકત્રીકરણમાં પુનરાગમન કર્યું છે.લોનના સોદાને સુરક્ષિત કરવાના તાજેતરના પ્રયાસો સૂચવે છે કે જાન્યુઆરીમાં શોર્ટ સેલર હિન્ડેનબર્ગે તેના પર વ્યાપક કોર્પોરેટ ગેરરીતિનો આરોપ મૂક્યા બાદ હવે ગ્રૂપ રોકાણકારોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરી રહ્યું છે.

અદાણી બોન્ડ્સ હજુ પણ હિન્ડેનબર્ગની અસર

અદાણીએ હિન્ડેનબર્ગના આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે અને કંપનીના શેર અને બોન્ડ્સે પ્રારંભિક વેચાણમાંથી કેટલાક નુકસાનની ભરપાઈ કરી છે જેણે એક સમયે જૂથના બજાર મૂલ્યના $150 અબજથી વધુનું નુકસાન થયુ હતું.જૂનમાં, AdaniConneX Pvt એ ડેટા સેન્ટરના બાંધકામ માટે ફાઇનાન્સ કરવા માટે $213 મિલિયન સિનિયર ડેટનું વેચાણ કર્યું હતું,જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે આ મહિને સ્થાનિક-ચલણ બોન્ડના વેચાણ દ્વારા 12.5 અબજ રૂપિયા ($153 મિલિયન) ઊભા કર્યા હતા.જૂથ અન્ય ધિરાણકર્તાઓ સાથે પણ ચર્ચામાં છે કારણ કે તે તેના અંબુજા એક્વિઝિશન માટે લેવામાં આવેલી લોન સુવિધામાંથી $3.8 અબજ જેટલું પુનર્ધિરાણ કરવા માંગે છે.જો અમલ કરવામાં આવે તો, $750 મિલિયન જેટલી લોન તેના વ્યાપક પુનર્ધિરાણનો ભાગ હશે.વાટાઘાટો હજુ સુધી પૂર્ણ થઈ નથી.

શેરોમાં સુધારો

અદાણી ગ્રૂપની લિસ્ટેડ 10 કંપનીઓના શેરોમાં ધીમે-ધીમે સુધારો જોવા મળી રહ્યો છે.અદાણી ગ્રૂપના સંકટના વાદળો દરમિયાન જીક્યુજી પાર્ટનર્સના રોકાણનુ મૂલ્ય આજે 25 હજાર કરોડ સુધી વધ્યું છે.આજે એસીસી અને અદાણી ગ્રીનને બાદ કરતાં તમામમાં 0.17 ટકાથી 1.19 ટકા સુધીનો સુધારો જોવા મળ્યો છે.જ્યારે એસીસી 0.22 ટકા અને અદાણી ગ્રીન 0.52 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે.

Share Now