
– ભરૂચના સાંસદ મનસુખ વસાવાની સોસાયટી સહિતના વિસ્તારો અશાંતધારા હેઠળ સમવાયા
– આઠ મહિના પેહલા જ શહેરના 6 વિસ્તારોમાં અશાંતધારો લગાવાયો હતો
નર્મદા જિલ્લામાં રાજપીપળા શહેરના 8 વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરતું જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ છે.હિન્દુઓની છેલ્લા ઘણા સમયથી રજૂઆતો અને મંગણીઓ હોય અશાંતધારો લાગુ કરાતા તેઓએ રાહત સાથે ખુશી અનુભવી છે.
ગુજરાત અશાંતધારા વિસ્તારમાંથી સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મુકવા તથા તે વિસ્તારમાંથી ભાડુઆતને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઈઓ બાબતના સુધારા અધિનિયમ 2019ની કલમ-2ની પેટા કલમ-1 મુજબ નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટ શ્વેતા તેવતિયાએ રાજપીપળા શહેરના 8 વિસ્તારોમાં અશાંતધારો લાગુ કર્યો છે.રાજપીપળા શહેરના અશાંતધારો લાગુ કરેલા 8 વિસ્તારોની સીમાથી 500 મીટરના હદ વિસ્તારમાં આવેલી મિલકતો પૈકી શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલી મિલકતોને અશાંત વિસ્તારોની મિલકતો તરીકે જાહેર કરવામાં આવી છે.જેમાં દક્ષિણ ફળિયું,સિંધીવાડ,દરબાર રોડ,અરબ ટેકરા,હરિજનવાસ,આરઝૂ સોસાયટી,કોલીવાડ,કુંભારવાડ,કાછીયાવાડ,મચ્છીવાડ,માર્કેટ એરિયા સ્ટેશન રોડ,કસ્બાવાડ,શ્રીનાથજી મંદિર વિસ્તાર,ભાટવાડ,નવપરા,રાજપૂત ફળિયા,સબ્જેલ વિસ્તાર,રાજ રોક્ષી,હરસિધ્ધિ માતા મંદિર વિસ્તાર,નવા ફળિયા,મોતીબાગ,રામબાગ સોસાયટી,સાંસદ મનસુખ વસાવાની રાજેન્દ્રનગર સોસાયટીનો સમાવેશ થાય છે.
સાથે જ શર્મા કોમ્પ્લેક્ષ અને રાજપીપળા ગ્રામ્યનો પણ કેટલોક વિસ્તાર અશાંતધારા હેઠળ આવરી લેવાયો છે.અશાંત વિસ્તરોની સીમાથી 500 મીટરના હદ વિસ્તારમાં આવેલ મિલકતોની તબદીલી કરવા અંગે ગુજરાત અશાંતધારા વિસ્તારમાંથી સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મુકવા તથા તે વિસ્તારમાંથી ભાડુઆતને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઈઓ મુજબ જિલ્લા મેજીસ્ટ્રેટ પાસેથી પૂર્વ પરવાનગી લેવાની રહેશે.એટલે કે કોઈ હિન્દૂ મુસ્લિમ વિસ્તારમાં અને કોઈ મુસ્લિમ હિન્દુ વિસ્તારમાં મિલકત ખરીદી શકશે નહીં.