વડોદરાના પોલીસ કમિશનર તરીકે IPS અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યો

75

વડોદરાના પોલીસ કમિશનર તરીકે IPS અનુપમસિંહ ગેહલોત ચાર્જ સંભાળ્યો છે.તાજેતરમાં ગૃહ વિભાગ દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી.જેમાં વડોદરાના તત્કાલિન પોલીસ કમિશનર ડો.શમસશેરસિંગને ડીજી લો એન્ડ ઓર્ડર તરીકે નિયુક્તી કરવામાં આવી હતી.તથા તત્કાલિકન આઇબીના વડા અનુપમસિંહ ગેહલોતની વડોદરાના પોલીસ કમિશનર તરીકે પુન નિયુક્તિ કરવામાં આવી હતી.તેઓ અગાઉ પણ વડોદરાના પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંબાળી ચુક્યા છે.

વડોદરાના પોલીસ કમિશનર તરીકે IPS અનુપમસિંહ ગેહલૌતે ચાર્જ સંભાળ્યો છે.તેઓ અગાઉ પણ વડોદરાના પોલીસ કમિશનર રહી ચુક્યા છે.અગાઉના કાર્યકાળ દરમિયાન IPS અનુપમસિંહ ગેહલોતએ લોકો અને પોલીસ વચ્ચેનું અંતર ઘટાડવામાં મોટી સફળતા મળી હતી.તે સમયે વડોદરામાં પુરની સ્થિતી હોય કે પછી નવરાત્રી ટાણે વિશ્વ વિખ્યાત ગરબાનું સુચારૂ રૂપે આયોજન કરવાનું હોય તમામ પ્રસંગે તેમણે લોકચાહના મળે તેવું કામ કર્યું હતું.આજે ચાર્જ સંભાળતા જ IPS અનુપમસિંગ ગહલોતે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, મને ખુશી છે, વડોદરાની સેવા કરવાનો મોકો મળ્યો છે.વડોદરા શહેર પોલીસ લોકોની સેવા કરતી આવી છે,તેવી જ રીતે સેવા કરતી રહેશે. પ્રજાને કોઇ તકલીફ નહિ પડે તેવા પ્રયાસો અમે કરીશું.

વધુમાં IPS અનુપમસિંહ ગેહલોતે મીડિયાને જણાવ્યું કે, આ શહેરની અલગ તાસીર છે.એક જાગૃત શહેર છે,લોકો સદાય જાગૃત છે.પોલીસના અનુભવ પ્રમાણે, સદાય પોલીસને સપોર્ટ કરતા આવ્યા છે.જેમ અગાઉ પ્રજાએ પોલીસને સહકાર આપ્યો છે, તે જ રીતે અત્યારે પણ આપતા રહેશે તેવી આશા છે.બધા સાથે મળીને શહેરમાં કાયદો અને વ્યવસ્થા સારી રાખીએ.સારી કામગીરી ચાલુ છે,તે રીતે કરતા રહીશું.પ્રજા કેવી સારી રીતે સુખી રહી શકે, પોલીસ ડિપાર્ટમેન્ટની ડ્યુટી છે,અમારી ડ્યુટી અમે સારી રીતે નિભાવીશું, તે જ અમારો એક્શન પ્લાન છે.

Social Share

Share Now