US, ભારત અને સાઉદી વચ્ચે રેલવે-પોર્ટ કનેક્ટિવિટી અંગે ડીલ થવાની શક્યતા!

38

– રેલવે કનેક્ટિવિટી અને પોર્ટ સાથે જોડાવાથી અખાતી અને એશિયાઈ દેશો વચ્ચે વેપાર ફરીથી સુવ્યવસ્થિત થઈ જશે, G20 સમિટમાં ચર્ચાની શક્યતા
– આ પ્રકારની ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડીલથી શિપિંગ,ટાઈમ,ખર્ચ,ડીઝલનો ઉપયોગ ઘટી શકે, સાથે જ વેપાર ઝડપી અને સસ્તું થઈ શકે

ટૂંક સમયમાં અમેરિકા, સાઉદી અરબ અને ભારત રેલવે અને પોર્ટ કનેક્ટિવિટી સાથે જોડાઈ શકે છે.અહેવાલ અનુસાર ત્રણેય દેશો ઉપરાંત કેટલાક અન્ય દેશો પણ સંભવિત પાયાના માળખાની સમજૂતી અંગે વિસ્તૃત ચર્ચા કરી રહ્યા છે.જો આ મામલે સમજૂતી સફળ બને તો રેલવે કનેક્ટિવિટી અને પોર્ટ સાથે જોડાવાથી અખાતી અને એશિયાઈ દેશો વચ્ચે વેપાર ફરીથી સુવ્યવસ્થિત થઈ જશે.

કયા કયા દેશોને આ ડીલમાં રસ?

આ ડીલ હેઠળ યુએઈ અને યુરોપના દેશો પણ સામેલ છે.અહેવાલ અનુસાર G20 સમિટ (G20 summit) દરમિયાન આ મુદ્દે વાતચીત થવાની શક્યતા છે.દિલ્હીમાં G20ની બેઠક આવતીકાલથી શરૂ થઈ રહી છે.અહીં વિશ્વના ટોચના નેતાઓ હાજરી આપવાના છે. અમેરિકી રાષ્ટ્રપતિ બાયડેન પણ અહીં આવી રહ્યા છે.અહેવાલ અનુસાર જો બાયડેન અને પીએમ મોદી બેઠક યોજાશે અને તેમાં સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે વાતચીત થઈ શકે છે.આ દરમિયાન વેપાર માટે કનેક્ટિવિટીના મુદ્દાને પ્રાથમિકતા અપાઈ શકે છે.

G20 ચર્ચા માટે મહત્ત્વપૂર્ણ પ્લેટફોર્મ

G20 સમિટને આવા જરૂરી મુદ્દા પર ચર્ચા કરવા માટે મહત્ત્વપૂર્ણ પ્લેટફોર્મ મનાઈ રહ્યું છે.ચીનના બેલ્ટ એન્ડ રોડ ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો મુકાબલો કરવા માટે બાયડેન અમેરિકાને G20માં વિકાસશીલ દેશો ખાસ કરીને ઈન્ડો-પેસિફિક એરિયામાં એક વૈકલ્પિક ભાગીદાર અને ઈન્વેસ્ટર તરીકે રજૂ કરી શકે છે.બાયડેન સરકાર મધ્યપૂર્વમાં એક વ્યાપક રાજકીય સમજૂતીની શોધમાં છે જે હેઠળ સાઉદી અરબ ઈઝરાયલને માન્યતા આપી શકે છે.અધિકારીઓનું માનવું છે કે તેમને આશા છે કે આ પ્રકારની ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડીલથી શિપિંગ,ટાઈમ,ખર્ચ,ડીઝલનો ઉપયોગ ઘટી શકે છે.સાથે જ વેપાર ઝડપી અને સસ્તું થઈ શકે છે.

Share Now