
– રાજકોટના સ્વામીનારાયણ સંપ્રદાયના આચાર્ય દિનેશ પ્રસાદના નિવેદન બાદ સનાતની સંતોમાં આક્રોશ
સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોનો વિવાદ ઉકેલાયા બાદ સ્વામીનારાયણ અને સનાતન ધર્મ વચ્ચે વિવાદ વધી રહ્યો છે.આ બાબતે હજી પણ સનાતની સંતો નમતુ જોખવા તૈયાર નથી.બીજી બાજુ હવે આ મુદ્દે ભાજપના ધારાસભ્યએ નિવેદન આપતો વીડિયો વાયરલ થયો છે.કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે સ્વામીનારાયણ સંપ્રદાય પર નિવેદન આપતાં જણાય છે કે, હું એકવાર સોખડા ગયો હતો અને સત્સંગમાં મેં કીધું હતું કે તમે સદગુરુને માનો છો? ત્યારે એક જણાએ કહ્યું હતું કે ‘ના’ કેમ? મેં ત્યારે કહ્યું હતું કે જેને જેને સદગુરુનો દોષ લાગ્યો હોય તે ધરતી પર રહ્યા નથી.સ્વામીનારાયણ સંપ્રદાય જ્ઞાનનો અખાડો નહીં પણ પૈસા ભેગા કરવાની સંસ્થા છે.ત્યાં ધર્મનું કોઈ જ્ઞાન નથી.સંપ્રદાયના અનેક મંદિરોમાં ઝઘડા ચાલે છે અને વ્યભિચારી સંતો મીડિયામાં આવતાં રહે છે.
દિનેશ પ્રસાદના વાયરલ થયેલા વીડિયો બાદ વિવાદ વધ્યો
રાજકોટના સ્વામીનારાયણ સંપ્રદાયના આચાર્ય દિનેશ પ્રસાદે સનાતન ધર્મના દેવી દેવતાઓ સામે કરેલા બફાટનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.વીડિયોમાં આચાર્ય દિનેશ પ્રસાદ એવું કહેતા સંભળાય છે કે, દેવી-દેવતા કાઢવાના છે, ભગવાનની આજ્ઞા છે, આ જે કંઈ થાય છે તે ભગવાનની લીલા સમજીને ચાલો.ભગવાન સ્વામિનારાયણ હવે સનાતનીઓથી રાજી નથી અને આપણે હવે કોઈ દેવી-દેવતા સાથે કોઈ સંબંધ રાખવાનો નથી.સ્વામિનારાયણ ભગવાન આપડો આખો ધર્મ અલગ કરી રહ્યા છે.હિન્દુ ધર્મના એવા લોકો કે જેઓ દેવી-દેવતાને માનતા નથી તેમને સ્વામિનારાયણ ભગવાન સ્વીકારશે.કોઈ સનાતનીએ આવવાની કોઈ જરૂર નથી.સનાતન ધર્મ પાડતા લોકોએ મારી બાજુ ફરકવું નહીં. ભગવાનની આજ્ઞા સિવાયના સંપ્રદાયો હવે બંધ થવાના છે.
સનાતની સંતો અને ભક્તોમાં આક્રોષ વધ્યો
દિનેશ પ્રસાદના નિવેદન બાદ સનાતની સંતો અને ભક્તોમાં આક્રોષ વધ્યો છે.દિનેશ પ્રસાદના નિવેદન બાદ જ્યોતિનાથ મહારાજે આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાય હવે હદ વટાવે છે.સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનાં પ્રતિક વાપરવાનું બંધ કરે.સ્વામિનારાયણ સંપ્રદાયનાં મંદિરોમાં સ્થાપિત કરેલા ભગવાન અમને સોંપી દો.તેમજ હવે સ્વામિનારાયણ સંપ્રદાયનાં સાધુ દ્વારા કરવામાં આવતા બફાટને સાંખી નહી લેવાય.