ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.બીજી તરફ પક્ષપલટાની મૌસમ ફરીપાછી ખીલી છે.તે ઉપરાંત ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી તરીકે મુકુલ વાસનીકે જવાબદારી સંભાળી લીધી છે અને તેઓ કોંગ્રેસને રાજ્યમાં ખોવાયેલું રાજકીય સ્થાન પાછું અપાવશે તેવું પણ નિવેદન આપ્યું છે.હવે કોંગ્રેસે રાજ્યના તમામ જિલ્લામાં વિવિધ નેતાઓને જવાબદારી સોંપી છે.જેમાં AICC મંત્રી રામકિશન ઓઝા,બી.એમ. સંદીપ અને ઉષા નાયડુને ગુજરાતની વિવિધ લોકસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે.
રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવશે
તે ઉપરાંત યુથ કોંગ્રેસ દ્વારા રાજ્યમાં દરેક જિલ્લામાં મોહબ્બત કી દુકાન બેનર હેઠળ કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે.સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.યુથ કોંગ્રેસ ‘ભારત જોડો’ યાત્રાનો સંદેશો લોકો સુધી પહોંચાડવા માટે ફોટો પ્રદર્શન અને ‘સ્પીક ઉપ ફોર ભારત જોડો’ કાર્યક્રમ અને વિવિધસ્તર પર યુવા કોંગ્રેસ રમત ગમત અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવશે.
રામકિશન ઓઝાને ક્યાંની જવાબદારી સોંપાઈ
અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ (એસ.સી.), ખેડા, આણંદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા
બી.એમ. સંદીપને અહીંની જવાબદારી સોંપાઈ
ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, જામનગર, કચ્છ (એસ.સી.)
ઉષા નાયડુને પણ મોટી જવાબદારી સોંપાઈ
પંચમહાલ, દાહોદ (એસ.ટી.), વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, બારડોલી (એસ.ટી.), નવસારી, સુરત, વલસાડ (એસ.ટી.)