
– ઉપપ્રમુખપદે જ્યોત્સનાબહેન સેંધાણી, વિશાલ ઠક્કર કારોબારી ચેરમેન અને સત્તા પક્ષના નેતા તરીકે લાંતિક શાહ
કચ્છ જતાં સહેલાણીઓની યાદીમાં અચૂક હોય અને મજા જ મજા માણવા મળે એવા માંડવી શહેરના નવા પ્રમુખપદે અનુભવી એવા હરેશ વિંઝોડાની પસંદગી પણ આનંદ – મજાથી કરવામાં આવી છે.નો-રિપીટ થિયરી બાજુએ મુકીને માંડવીના પ્રમુખની પસંદગી કરાયાની ચર્ચા પણ વેગવાન છે.જો કે, હરેશ વિંઝોડા ચેરમેનપદો ઉપર રહ્યાં હોવાથી તેમના અનુભવનો લાભ નાગરિકોને મળે તેવી આશાથી ભાજપે પસંદગી કરી છે.
શૈક્ષણિક નગરી ગણાતા માંડવી નગરપાલિકામાં અઢી વર્ષની ટર્મ પુરી થતાં આગામી અઢી વર્ષ માટે ભાજપના ઉચ્ચ હોદ્દેદારો દ્વારા નવા સુકાનીઓના નામની ઘોષણા કરવામાં આવતા માંડવી નગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારોમાં પ્રમુખ પદે હરેશભાઈ વિંજોડા,ઉપપ્રમુખ જ્યોત્સનાબેન સેંઘાણી,કારોબારી ચેરમેન વિશાલ ઠક્કર તાથા સતાપક્ષના નેતા તરીકે લાંતિક શાહની વરણી કરવામાં આવતા નવા વરાયેલા સુકાનીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
ગુજરાત રાજ્યના પક્ષ પ્રમુખ સી.આર.પાટીલે ભાજપમાં નો રીપીટ પધૃધતિની મોટી વાતો વચ્ચે માંડવી પાલિકામાં અઢી વર્ષ માટે માંડવી પાલિકાના પ્રમુખ તરીકે વરાયેલા હરેશભાઈ વિંઝોડા ગત અઢી વર્ષે સતા પક્ષના નેતા તરીકે સેવા બજાવી છે જ્યારે કારોબારી ચેરમેન ગત ટર્મમાં બાંધકામ ચેરમેન તરીકે સેવા બજાવ્યા બાદ પણ હાલમાં નવા સુકાનીમાં વરણી કરાતા નો રિપીટ થીયરીના ભાજપ શાસીત માંડવી પાલિકામાં લીરા ઉડયા છે.માંડવીમાં અગાઉ શાસક પક્ષના નેતા રહી ચૂકેલા હરેશભાઇ વિંઝોડાને ફરી બીજી વખત પાલિકામાં પ્રમુખનો હોદો અપાતા ચર્ચા તેજ બની છે.જો કે, તેમના રાજકીય અનુભવનો લાભ માંડવીને મળશે તેવી આશા ભાજપના નેતાઓ રાખી રહ્યાં છે.