
વડોદરા,તા.13 સપ્ટેમ્બર 2023,બુધવાર : વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારોની આજે જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારબાદ ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.વડોદરા જિલ્લા પંચાયતના અઢી વર્ષની બીજી ટર્મ માટે આજે ફોર્મ ભરવાના હોવાથી ભાજપના પ્રદેશ હોદ્દેદારોના નામના મેન્ડેટ આપ્યા હતા.જે મુજબ જિલ્લા પ્રભારી રાજેશ પાઠક અને જિલ્લા પ્રમુખ સતીશ નિશાળીયાએ ચૂંટાયેલા સભ્યોની મીટીંગ કરી મેન્ડેટ આપ્યા હતા.
અઢી વર્ષની છેલ્લી ટર્મ માટે વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પહેલીવાર સાવલી તાલુકાના ક્ષત્રિય મહિલા ગાયત્રીબેન મહિડાની તેમજ ઉપપ્રમુખ તરીકે ડભોઇના અશ્વિન વકીલની જાહેરાત કરવામાં આવી હતી.જ્યારે કારોબારી ચેરમેન તરીકે વાઘોડિયાના નિલેશ પુરાણી,પક્ષના નેતા તરીકે રેશમાબેન વસાવા અને દંડક તરીકે નવીનભાઈ સોલંકીના નામની જાહેરાત કરવામાં આવી હતી.