
– ગોવિંદાને ઓડિશા બોલાવાશે અથવો પછી ત્યાંની પોલીસ મુંબઈ આવી પૂછપરછ કરશે
મુંબઇ : ઓડિશા પોલીસ ૧૦૦૦ કરોડના ક્રિપ્ટો-પોન્ઝી સ્કેમમાં ફિલ્મ સ્ટાર ગોવિંદાની પૂછપરછ કરે તેવી સંભાવના છે.ગોવિંદોએ આ સ્કિમ લાવનારી કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લોકોને રોકાણ માટે લલચાવ્યા હતા.
આ કૌભાંડમાં સમગ્ર દેશના બે લાખ લોકો છેંતરપિંડીનો ભોગ બન્યા હોવાનું કહેવાય છે.સોલર ટેકનો એલાયન્સ નામની કંપનીએ કોઈ મંજૂરી ન હોવા છતાં ઓનલાઈન પોન્ઝી સ્કિમ ચલાવી હતી.આ કંપનીએ ગોવામાં એક સમારંભ યોજ્ય ોહતો તેમાં પણ ગોવિંદા હાજર હતો.કંપનીના કેટલાય પ્રમોશનલ વીડિયોમાં પણ ગોવિંદાએ કામ કર્યું હતું.ઓડિશા પોલીસના જણાવ્યા અનુસાર ગોવિંદાને પૂછપરછ માટે ઓડિશા બોલાવવામાં આવશે અથવા તો પોલીસની એક ટીમ મુંબઈ જતી પૂછપરછ કરશે.જોકે, ગોવિંદાની આ સ્કેમમાં કોઈ શકમંદ તરીકેની ભૂમિકા હાલ પોલીસ જોતી નથી.તેના પ્રમોટર્સ સાથેના સંપર્કો સહિતની બાબતો અંગે જ પૂછપરછ થશે.જો એવું જણાશે કે ગોવિંદાની ભૂમિકા માત્ર પ્રોફેશનલ પ્રમોશન પૂરતી સિમિત હતી અને તેને પ્રમોટર્સ સાથે અન્ય કોઈ વ્યવસાયિક સંબંધનથી તો ગોવિંદાને કદાચ ફરિયાદ પક્ષના સાક્ષી તરીકે નિવેદન આપવાની પણ ઓફર કરવામાં આવી શકે છે.