છગન ભુજબળ સામેના મની લોન્ડરિંગ કેસમાં 13મી ઓક્ટો.એ ચુકાદો

38

– મૂળ લાંચ કેસમાં મુક્તિ મળી ચૂકી હોવાથી ઈડીનો કેસ ટકી શકે નહીં તેવી દલીલ : ઈડીના આરોપ અનુસાર ભુજબળ મુખ્ય સૂત્રધાર

મુંબઈ : મહારાષ્ટ્ર સદન કૌભાંડ સંબંધી મની લોન્ડરિંગ હેઠળ ઈડીએ નોંધેલા કેસને રદ કરવા અનેસીપીના નેતા છગન ભુજબળ અને તેમના સંબંધીઓની અરજીઓ પર વિશેષ કોર્ટે આદેશ અનામત રાખ્યો છે.પીએમએલએ જજ રાહુલ રોકડેએ ૧૩ ઓક્ટોબરે નિર્ણય જાહેર કરાશે એમ જણાવ્યું હતું.હાલ એકનાથ શિંદેની સરકારમાં અન્ન અને નાગરી પુરવઠા ખાતાનું પ્રધાનપદું સંભાળી રહેલા ભુજબળ સામેના મહારાષ્ટ્ર સદન કેસની તપાસ અગાઉ એન્ટિ કરપ્શન બ્યુરો( એસીબી)ના હાથમાં હતી.

ભુજબળ, પુત્ર સમીર અને ભત્રીજા પંકજ તેમ જ સંજય જોશી,તનવીર શેખ,સત્યેન કેસરકર અને રાજેશ ધરાપ આ કેસમાં આરોપી છે.આ ઉપરાંત બીજા ૫૦ જણ પણ સંડોવાલેયા છે.એસીબીની એફઆઈઆરને આધારે ઈડીએ કેસ દાખલ કર્યો હતો. એસીબીના કેસમાં આરોપીઓને મુક્ત કરાયા હોવાથી તેમણે વિશેષ કોર્ટમાં પણ આવી રાહત માગી છે.મૂળ ગુનામાં નિકાલ આવી ગયો છે તો ઈડીનો કેસ ટકી શકે નહીં.ઈડીએ માર્ચ ૨૦૧૬માં ભુજબળની ધરપકડ કરી હતી.બોમ્બે હાઈ કોર્ટે મે ૨૦૧૮માં તેમને જામીન આપયા હતા.ઈડીએ આરોપનામામાં જણાવ્યું હતું કે ભુજબળ મુખ્ય સૂત્રધાર છે.એ વખતે ભુજબળ નાયબ મુખ્ય પ્રધાન હતા.આરોપનામામાં એમ પણ જણાવ્યું હતંંુ કે માર્ચ ૨૦૦૬થી ભુજબળે રૃ.૨૯૧.૭૧ કરોડ અને તેના સાથીદારોએ રૃ. ૩૫૯.૩૦ કરોડના કાળાનાણા ધોળા કર્યા હતા.

Share Now