સારા તેંડુલકર અને શુભમન ગિલ વચ્ચે પેચઅપ

151

– સચિનની પોસ્ટ ને લીધે અફવા શરુ થઈ
– સારા અને શુભમનનું અફેર અગાઉ ચગ્યું હતું પરંતું બાદમાં બ્રેક અપ થઈ ગયું હતું

મુંબઇ : સચિન તેંડુલકરની પુત્રી સારા અને ક્રિકેટર શુભમન ગિલ વચ્ચે હવે ફરી પેચ અપ થઈ ગયું હોવાનું કહેવાય છે.સચિન તેંડુલકરની એક સોશિયલ મીડિયા પોસ્ટના આધારે આ અટકળો વ્યક્ત થઈ રહી છે.શુભમન ગિલના જન્મદિવસે સચિને તેને બહુ લાગણી અને ઉમળકાભરી પોસ્ટ સાથે શુભેચ્છા પાઠવી હતી.તેના પરથી એવી અટકળો ચાલી રહી છે કે શુભમન અને સારા વચ્ચે પેચ અપ થઈ ગયુ છે.

શુભમન અને સારા ડેટિંગ કરી રહ્યાં હોવાની વાતો અગાઉ બહુ ચગી હતી.તે પછી બંને વચ્ચે કોઈ કારણોસર બ્રેક અપ થયું હતું.બંનેએ એકબીજાને સોશિયલ મીડિયા પર અનફોલો પણ કર્યાં હતાં.ત્યારબાદ શુભમન ગિલનું નામ અભિનેત્રી સારા અલીખાન સાથે જોડાયું હતું.તે વખતે લોકોએ એવી મજાક પણ કરી હતી કે શુભમનને સારા નામ વિના નથી ચાલતું.જોકે, હવે શુભમન અને સારા વચ્ચે પેચ અપની વાત ફેલાતાં બંનેના ચાહકો ખુશ થયા છે.

Share Now