મુંબઈ પોલીસ અધિકારી દ્વારા મહિલા વકીલ પર બળાત્કાર

37

-Bવ્હોટસ એપ પર નગ્ન ફોટા મગાવતો હતો, બ્લેકમેઇલની ધમકી આપી

મુંબઇ : નાલાસોપારામાં એક આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટરે મહિલા વકીલ યુવતી પર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે. આ મહિલા વકીલની ફરિયાદને આધારે નાલાસોપારાના આચોલે પોલીસે એક આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેકટર (એપીઆઇ) સામે બળાત્કારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

૩૩ વર્ષીય યુવતી દ્વારા આરોપી પોલીસ અધિકારીએ મારવાની ધમકી આપી તેના આક્ષેપજનક ફોટા અને વીડિયો તેના પતિને મોકલી આપવાની તેમજ સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી તેના પર અવારનવાર વિવિધ સ્થળે બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ કર્યો છે.પીડિત મહિલાએ એવો પણ આરોપ કર્યો છે કે આરોપી વોટ્સએપ પર તેના નગ્ન ફોટા અને વીડિયો મગાવતો હતો.આ સિવાય તેણે પીડિતા પર કારમાં,વિવિધ લોજમાં અને હોટલમાં બળાત્કાર કર્યો હતો.છેલ્લાં ત્રણ વર્ષથી તે બળાત્કાર ગુજારી રહ્યો હતો.

આરોપીએ જબરજસ્તી અનૈસર્ગિક દુષ્કૃત્ય પણ આચર્યું હોવાનો આરોપ કરી મહિલાએ ફરિયાદ કરતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.આ બાબતે હજી કોઇ ધરપકડ કરવામાં આવી નથી.

Share Now