કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિતભાઈ શાહ 3 દિવસના ગુજરાત પ્રવાસે હતા.અમિતભાઈ શાહ પોતાના પ્રવાસના અંતિમ દિવસે ગાંધીનગર ખાતે મંત્રી નિવાસસ્થાને મહત્ત્વની બેઠક બોલાવી હતી.આ બેઠકમાં મુખ્યમંત્રી તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સહિત અન્ય નેતાઓ બેઠકમાં હાજર હોવાનું સૂત્રો કહી રહ્યા છે.આ ઉપરાંત આ બેઠકમાં સરકાર અને સંગઠનના ફેરફાર મામલે ચર્ચા થઈ હોવાનું સૂત્રો કહી રહ્યા છે.
ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે.ગઈકાલે મોડી રાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ગાંધીનગર મંત્રી નિવાસસ્થાને મેરેથોન બેઠક કરી હતી.આ બેઠકમાં મુખ્યમંત્રી,ભાજપ પ્રદેશ પ્રમુખ સહિત અન્ય મંત્રીઓ બેઠકમાં હાજર રહ્યા હતા.આ બેઠકમાં ગુજરાતના રાજકારણ મામલે ચર્ચા હાથ ધરાઈ હોવાનું સામે આવી રહ્યું છે.સૂત્રો એવું કહી રહ્યા છે કે, ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળના મોટાભાગના મંત્રીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહીને અમિતભાઈ શાહે આપેલી સુચનાઓ ધ્યાને લીધી હતી.
આ સિવાય સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ બેઠકમાં અમિતભાઈ શાહે ખુબ લાંબી અને મેરેથોન બેઠક કરીને ગુજરાત સરકારના કરેલા કામોની સમીક્ષા કરી હતી.આ સિવાય બેઠકમાં ભાજપ સંગઠન,બોર્ડ નિગમની નિમણૂક સહિત આગમી લોકસભાની તૈયારીઓ મામલે ચર્ચા કરાઈ હતી.બેઠકમાં સરકાર અને સંગઠને આગમી દિવસોમાં કેવી રીતે વધુ મજબૂત કામ કરવું તે મામલે ચર્ચા કરાઈ હતી.જો કે નવાઈની વાત એ છે કે, નવરાત્રીના પ્રથમ નોરતે અને અમિતભાઈ શાહે પોતાના ગુજરાત પ્રવાસના અતિમ દિવસે 5 કલાકથી વધુ લાંબી બેઠક કરીને ગુજરાતમાં ભાજપની લોકસભાની કામગ્રીરીનો રોડમેપ તૈયાર કર્યો હતો.આવતા 72 કલાકમાં ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતા હોવાની જાણકારી સૂત્રો મારફતે પ્રાપ્ત થઇ રહી છે.સરકાર અને સંઘઠનમાં ધરખમ ફેરફાર થઇ થઇ શકે એવી રાજકીય ગલિયારામાં ચર્ચા ચાલી રહી છે.જેને લઇ રાજકારણમાં ભારે ઉતેજના જોવા મળી રહી છે.