ઈઝરાયલ-હમાસના યુદ્ધની અસર ગુજરાતના ગોલ્ડ બજાર પર પડી, જાણો સોનામાં કેટલો વધ્યો ભાવ

290

– બજારમાં સોનાના ભાવમાં રૂપિયા 4100 સુધીનો વધારો થયો
– રાજકોટમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂ.61100 સુધી પહોંચ્યો
– 10 દિવસ પહેલાં ભાવ રૂ.57,000 નજીક ચાલી રહ્યો હતો

ઈઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધની અસર ગુજરાતના ગોલ્ડ બજાર પર પડી છે.જેમાં 10 દિવસમાં સોનાનો ભાવ રૂ. 4100 વધ્યો છે.યુદ્ધના કારણે દિવાળીએ સોનું ખરીદવું મોંઘું પડી શકે છે.રાજકોટમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂ.61100 સુધી પહોંચ્યો છે. તેમજ વૈશ્વિક સ્તરે સોનાના ભાવ વધતા ઘર આંગણે સોનું મોંઘુ થયુ છે.

બજારમાં સોનાના ભાવમાં રૂપિયા 4100 સુધીનો વધારો થયો

ઈઝરાયલ અને હમાસનું યુદ્ધ ઝડપથી આગળ વધી રહ્યું છે.જેના અંદર વિવિધ દેશો પણ તેમાં જોડાઈ રહ્યા છે ત્યારે હવે વિવિધ વૈશ્વિક સ્થિતિ પણ દિવસેને દિવસે બગડી રહી હોય તેવું લાગી રહ્યું છે.આ વચ્ચે સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે જેમાં રાજકોટના બજારમાં સોનાના ભાવમાં રૂપિયા 4100 સુધીનો વધારો થયો છે.જો સોનાના ભાવની વાત કરવામાં આવે તો રાજકોટમાં સોનાનો ભાવ રૂ.61,100 ને પાર પહોંચ્યો છે.જે માત્ર 10 દિવસ પહેલાં 57,000 નજીક ચાલી રહ્યો હતો.આ વચ્ચે જો યુદ્ધની સ્થિતિ હજી પણ યથાવત્ રહેશે તો આગામી દિવસોમાં તહેવારો અને લગ્ન સિઝનમાં સોનાના ભાવમાં વધારો થઈ શકે છે.

કોમેક્સ પર સોનાનો ભાવ 1927 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 23.23 ડોલર પ્રતિ ઔંસ

આ અંગે સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા થોડાં દિવસોથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું છે.જેના કારણે બુલિયન બજારમાં સ્થિતિ કમજોર જોવા મળી રહી છે.આ કારણે જો હજી પણ લડાઈ યથાવત રહેશે તો હજુ ભાવ વધી શકે છે.તેમજ દિવાળી વચ્ચે સોનાની ખરીદીમાં લોકોએ મોંઘું સોનુ ખરીદવું પડી શકે છે.ઈન્ટરનેશનલ માર્કેટમાં સોના અને ચાંદીનો ભાવ જોઇએ તો તેમા સામાન્ય ઘટાડો નોંધાયો છે.કોમેક્સ પર સોનાનો ભાવ 1927 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 23.23 ડોલર પ્રતિ ઔંસ જેટલો છે.જેની પાછળનું કારણ ડોલરમાં તેજી,બોન્ડ યીલ્ડમાં ઘટાડો અને અમેરિકી જોબ ડેટાની અસર કહી શકાય છે.

ahmedabad

Share Now