
– છોટા રાજન ટોળકીના સાગરિત સામે ગુનો સ્થાપિત થયાની નોંધ
– અરજદારના કહેવાથી શસ્ત્ર જપ્ત થયું અને ગુનામાં વપરાયાનું પુરવાર થયાની નોંધ
મુંબઈ: ગેન્ગસ્ટર છોડા રાજનના સાગરિતને ૨૦૧૧ના પત્રકાર જે ડે મર્ડર કેસમાં જામીન આપવાનો અને સજા સ્થગિત કરવાનો બોમ્બે હાઈ કોર્ટે ઈનકાર કર્યો છે.સતિષ કાલ્યાએ સજા સ્થગિત કરીને જામીન આપવા માટે કરેલી અરજીન છઠ્ઠી નવેમ્બરે ફગાવી દીધી હતી. કોર્ટે નોંધ કરી હતી કે અરજદાર રાહતને પાત્ર નથી.કોર્ટે આદેશમાં નોંધ કરી હતી કે ડેની હત્યા બંદુકની ગોળી વાગવાથી થઈ હોવાનું સ્થાપિત થયું છે.કલ્યાણના કહેવાથી શસ્ત્ર જપ્તિ થઈ હતી અને આ હથિયાર ગુનામાં વપરાયાનું પુરવાર થયું છે, એમ કોર્ટે નોંધ્યું હતું.
અરજદાર અંડરવર્લ્ડ ગેન્ગનો સભ્ય છે.અને ગણતરીબાજ રીતે ટોળકીના વડા છોટા રાજનના કહેવાથી ગુનો આચર્યો છે.રાજન હાલતિહાર જેલમાં થેસ એમ કોટે નોંધ્યું હતું.મે ૨૦૧૮માં વિશેષ કોર્ટે કાલ્યા, છોટા રાજન અને અન્ય છને મે ૨૦૧૮ના રોજ કસૂરવાર ઠેરવીને સજા સંભળાવી હતી.ડેની હત્યા પવઈમાં મોટરસાઈકલ પર જઈ રહ્યો હતો ત્યારે ૧૧ જૂન ૨૦૧૧ના રોજ થઈ હતી.કાલ્યા મોટરસાઈકલ પર પાછળની સીટ પર હતો અને તેણે ગોળીબાર કર્યો હોવાનો આરોપ છે.