#યાદવ_માંગે_શ્રીકૃષ્ણ_જન્મભૂમિ ટ્વિટર પર ટ્રેન્ડ, શું છે સમગ્ર મામલો ?

148

– શ્રીકૃષ્ણ જન્મભૂમિ હેશટેગ પર 8 હજારથી વધુ પોસ્ટ કરવામાં આવી

નવી દિલ્હી, 22 જાન્યુઆરી : “યાદવ માંગે શ્રીકૃષ્ણ જન્મભૂમિ” નામનું હેશટેગ આજ સવારથી ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે.આ અંગે અત્યાર સુધીમાં 8 હજારથી વધુ પોસ્ટ કરવામાં આવી છે.પરંતુ ટ્વિટર પર આ વિષય શા માટે ટ્રેન્ડ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ મુદ્દાની તપાસ દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X(ટ્વિટર) પર પોસ્ટ કરવામાં આવેલી તસવીરો અને વીડિયોથી બહાર આવ્યું છે કે, આ કીવર્ડ યાદવ સમુદાયના લોકો દ્વારા ટ્રેન્ડ કરવામાં આવ્યો છે.સમગ્ર દેશમાં યાદવ સમુદાયના લોકો પોતાની એકતાનો સંદેશ આપી રહ્યા છે.

શા માટે #યાદવ_માંગે_શ્રીકૃષ્ણ_જન્મભૂમિ ટ્રેન્ડમાં છે?

ઉલ્લેખનીય છે કે, રામ મંદિરના મામલામાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અયોધ્યામાં ભગવાન રામની જન્મભૂમિ પર ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે.આ જ તર્જ પર રામલલા પછી ભગવાન કૃષ્ણની સ્થાપના મથુરામાં ભગવાન કૃષ્ણના જન્મસ્થળ પર કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે.મથુરામાં ભગવાન કૃષ્ણ જન્મભૂમિને લઈને શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાન અને શાહી મસ્જિદ ઈદગાહ વચ્ચે અલ્હાબાદ હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

આ મુદ્દે લોકો ટ્વિટર પર કરી રહ્યા છે પોસ્ટ

X(ટ્વિટર) પર કરવામાં આવેલી પોસ્ટમાં ઘણા લોકોએ લખ્યું છે કે, અયોધ્યામાં રામજન્મભૂમિ બાદ હવે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિનો વારો છે.કેટલાક લોકોએ ઈન્ટરનેટ પબ્લિકને વિનંતી કરી અને લખ્યું કે, “શ્રી કૃષ્ણ જન્મભૂમિ સ્થળ માટે અમારી સાથે રહેલા 36 સમુદાયોનો હૃદયપૂર્વક આભાર,પરંતુ ઉત્તર પ્રદેશના યાદવોને વિનંતી છે કે, તેઓ શ્રી કૃષ્ણ જન્મભૂમિ સ્થળની માંગ માટે મહત્તમ સહકાર આપે.” એક યુઝરે લખ્યું કે, “રામલલાએ આખા દેશને ભગવા રંગે રંગી દીધા છે.ભગવાન કાન્હાને લાવો અને પીતામ્બરમય બનાવો.કાશી અને મથુરાને સાથે લાવો.આપણે બધા સનાતન ધર્મમાં માનનારા છીએ.”

Share Now