ઈનકમટેક્સ સેવિંગ : કરદાતાને થશે 1.50 લાખની બચત, આઈટી રિટર્ન ફાઈલ કરવાની પહેલા ફટાફટ કરો આ કામ

184

– ટેક્સ પ્લાનિંગમાં કર બચત મુખ્ય પાસું છે.દર વર્ષે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરતા પહેલા કરદાતા કલમ 80સીનો ઉપયોગ કરી 1.50 લાખ રૂપિયા સુધીનું ટેક્સ સેવિંગ કરી શકે છે

આવકવેરા કાયદો : ટેક્સ પ્લાનિંગ કરવું જરૂરી છે.31મી માર્ચ નજીક આવી રહી છે,તેથી કર બચત માટે રોકાણના પ્રયાસો પણ તેજ થઇ જાય છે.આ દિવસોમાં ખાસ કરીને પગારદાર અને પ્રોફેશનલ કરદાતા ટેક્સ સેવિંગના વિકલ્પો શોધવાનું શરૂ કરે છે.કર બચત મામલે આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80Cની સૌથી વધુ ચર્ચા કરવામાં આવી છે.આ સૌથી વધુ ઉપયોગમાં લેવાતો કર કપાત વિકલ્પ છે.

સામાન્ય રીતે રોકાણકારો ટેક્સ બચાવવા માટે આ વિકલ્પનો ઉપયોગ કરે છે.તમે કલમ 80C હેઠળ કર લાભ મેળવી શકો છો કે નહીં તે તમે પસંદ કરેલી ટેક્સ રિઝમ પર આધાર રાખે છે.કલમ 80C હેઠળ કર લાભ ફક્ત તે જ લોકો માટે ઉપલબ્ધ છે જેમણે જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરે છે.જેમણે નવી સિસ્ટમ પસંદ કરે છે તેઓ કલમ 80C હેઠળ કર લાભ મેળવી શકતા નથી.

IT એક્ટ કલમ 80C શું છે? (What It Is IT Act Section 80C)

સેક્શન 80સી આવકવેરા કાયદાની એક કલમ છે.કલમ 80સી કરપાત્ર આવક ઘટાડવા અને ત્યારબાદ કર જવાબદારીઓ ઘટાડવાના હેતુ માટે કર કપાત તરીકે ઉપયોગમાં લેવાય છે.આ જોગવાઈમાં ચોક્કસ રોકાણ અને ચુકવણી વિકલ્પોનો સમાવેશ થાય છે,જેમાં રૂ. 1.5 લાખ સુધીની કર પાત્ર આવક ઘટાડી શકે છે.એક વાત ધ્યાન રાખો કે, તમે 80સી હેઠળ રોકાણના વિકલ્પોમાં રૂ. 1.5 લાખથી વધુનું રોકાણ પણ કરી શકો છો.પરંતુ ટેક્સ સેવિંગ પ્રમાણે ટેક્સ બેનિફિટ માત્ર 1.5 લાખ રૂપિયા સુધી જ મળશે. 80સી હેઠળ આવરી લેવામાં આવતા મોટાભાગના કર બચત રોકાણ વિકલ્પોમાં લોક-ઇન હોય છે.ઉદાહરણ તરીકે 5 વર્ષની એફડી, ઇએલએસએસ. SIP Investment – સિપ એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો લોકપ્રિય વિકલ્પ છે.

કલમ 80સી હેઠળ રોકાણના વિકલ્પો (Section 80C Investment Options)

જો તમે આવકવેરા અધિનિયમ 1961 ની કલમ 80સી નો લાભ લેવા માંગતા હો,તો રોકાણના ઘણા વિકલ્પો છે.જેમ કે ઇપીએફ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ), સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC), ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ અથવા ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડ (ELSS), ટેક્સ સેવિંગ FD (ફિક્સ્ડ ડિપોઝિટ), નેશનલ પેન્શન. સિસ્ટમ ( NPS) અને વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS), જીવન વીમા પ્રીમિયમ ચુકવણી, યુનિટ લિંક્ડ વીમા યોજના (યુલિટ).

આ ઉપરાંત, તમે કલમ 80C હેઠળ ફક્ત બે બાળકોના શિક્ષણ માટેની ટ્યુશન ફી, હોમ લોનના હપ્તામાં સમાવિષ્ટ મુખ્ય રકમનો હિસ્સો,મકાન ખરીદવા પર સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ચાર્જ વગેરે પર આવકવેરા મુક્તિનો દાવો પણ કરી શકો છો.આ રોકાણ વિકલ્પોમાં,તમે નાણાકીય વર્ષમાં રૂ. 1.50 સુધીની થાપણો પર કર મુક્તિ મેળવી શકો છો.

આવકવેરા કલમ 80સીસીસી હેઠળ શું આવે છે? (Section 80CCC)

આવકવેરા અધિનિયમની કલમ 80CCC ઇન્કમ ટેક્સ માં કપાતની મંજૂરી આપે છે જેનો દાવો જાહેર વીમા કંપનીઓ દ્વારા ઓફર કરાયેલ અમુક વાર્ષિક યોજનાઓ અથવા પેન્શન ફંડ ખરીદવા માટે કરી શકાય છે.કલમ 10 (23AAB) ના સંદર્ભમાં આવા ભંડોળ માટે વ્યક્તિ પાત્ર હોવું જોઈએ તે જરૂરી છે.આ પ્રકારની પોલિસીઓ હેઠળ કોઈ છાટ છૂટ નથી હોતી,જ્યાં બોનસ અને કમાયેલ વ્યાજ જેવી આવકની ચૂકવણી હંમેશા કરપાત્ર હોય છે.આ કપાતનો દાવો નિવાસી અને બિન-નિવાસી બંને ભારતીયો દ્વારા કરી શકાય છે,જ્યારે અવિભાજિત હિન્દુ પરિવાર આ કલમ હેઠળ કર કપાતનો દાવો કરી શકતા નથી.

Share Now