HM SUPER EXCLUSIVE : ગુજરાતના સ્ટેટ GST કમિશનર ચંદ્રકાન્ત વળવીએ મહારાષ્ટ્રમાં પાડયો 620 એકર જમીનનો ખેલ : એક રાજનેતાના તાર પણ જોડાયા !

2028

નંદુરબારના રહેવાસી અને હાલમાં ગુજરાતના અમદાવાદમાં GSTના એડિશનલ કમિશનર તરીકે ફરજ બજાવતાં ચંદ્રકાંત વળવીએ મહારાષ્ટ્રના ખીણપ્રદેશમાં 640 એકર જેટલી જમીન હડપ કરી લીધી છે,એવો આક્ષેપ સામાજિક કાર્યકર સુશાંત મોરેએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કરતા હડકંપ માત્ર ગુજરાતમાં જ નહીં પણ મહારાષ્ટ્રમાં પણ મચ્યો છે.ચુંટણી ટાણે ગુજરાત સ્ટેટ જીએસટીના ટોચના અધિકારીના ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠતાં રાજ્યના જીએસટી વિભાગની કામગીરીને લઇ પ્રશ્ન ઉભા થયા છે.જયારે રાજયના એડિશનલ કમિશનર જ જોવા આવા મોટા જમીન રેકેટમાં સંડોવાયેલા હોઈ આ મુદ્દે આવનારા દિવસોમાં ધમસાણ મચાવાના એંધાણ હોવાના અહેવાલ આવી રહ્યા છે.

આ ઘટનામાં સામાજિક કાર્યકર મોરે એ પણ ચેતવણી આપી છે કો જો આ ભ્રષ્ટાચાર મુદ્દે સતારા જિલ્લા કલેકટર સમગ્ર વહીવટીતંત્રના તમામ સંબંધિત જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી માટે આદેશો આપે અન્યથા તેઓ કલેક્ટર કચેરી સતારામાં 10 જૂન, 2024 થી અચોક્કસ મુદતની ભૂખ હડતાળ પર જશે.

સમગ્ર જમીન કૌભાંડમાં આચારાયેલી પેટર્ન મૂળભૂત રીતે એક સમાન છે

પત્રકાર પરિષદમાં સુશાંત મોરેએ જણાવ્યું હતું કે એક ચોંકાવનારી હકીકત સામે આવી છે કે જિલ્લાની સૌથી તંદુરસ્ત અને પર્યાવરણીય રીતે સંવેદનશીલ ગણાતી કંડાટી ખીણની હવે પેટર્ન (કૌભાંડની પદ્ધતિ ) એકસરખી બનાવવામાં આવી રહી છે.નંદુરબારના રહેવાસી અને હાલમાં અમદાવાદ, ગુજરાતમાં GSTના એડિશનલ કમિશનર ચંદ્રકાંત વળવીએ તેમના પરિવાર અને સંબંધીઓ સાથે આખું ઝડાણી ગામ (મહાબળેશ્વરમાં) ખરીદ્યું છે.આનાથી ત્યાંના 620 એકર પ્લોટ પચાવી પાડવાની ભયંકર વાસ્તવિકતા બહાર આવી છે.પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, 1986, વન (સંરક્ષણ) અધિનિયમ, 1976 અને વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972 જેવા કેટલાક મહત્વપૂર્ણ કાયદાઓનું નિયમિતપણે ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે આ ચિંતાનો વિષય છે.આ કાયદાઓનું ઉલ્લંઘન કુદરતી સંસાધનો અને પર્યાવરણ માટે ગંભીર ખતરો છે.આ ઉલ્લંઘનોના ગંભીર પરિણામો આવી રહ્યા છે,જેમાં જૈવવિવિધતાનું નુકસાન,હવા અને જળ પ્રદૂષણ અને આબોહવા પરિવર્તનનો સમાવેશ થાય છે.

જમીન કૌભાંડમાં ગેરકાયદે બાંધકામ કરાયું : જંગલના વૃક્ષો કાપાયા અને જમ્નીનમાં ગેરકાયદે ખનન આચરાયું

સુશાંત મોરેએ જણાવ્યું કે ઝદાની ગામ સહ્યાદ્રી ટાઈગર રિઝર્વના બફર ઝોન પાસે આવેલું છે.ગીચ જંગલ હોવાથી તે વન્યજીવો માટે કુદરતી રહેઠાણ છે.ઝડાણીમાં એક પુનર્વસવાટ પામેલા ખેડૂતને મળતાં તેમણે કહ્યું કે હવે તમારું પુનર્વસન થયું છે,તમારા મૂળ ગામની જમીન સરકારમાં જમા થશે.જો કે, તે સરકાર એકઠી કરે એના કરતા ખેડૂતોને આપો એવી માંગણી કરી છે.સંબંધિત સનદી અધિકારીએ કહ્યું કે અમે તમને રકમ ચૂકવી દઈશું તેમ કહીને 8 હજાર રૂપિયા પ્રતિ એકર જમીન પચાવી પાડી છે.કુલ 35 એકરના પ્લોટ વિસ્તારમાંથી એક વિશાળ જંગલ રિસોર્ટ પ્રોજેક્ટ આવી રહ્યો છે.આ સમયે બિનઅધિકૃત બાંધકામ,ખોદકામ,વૃક્ષો કાપવા અને આંતરિક વિસ્તારોમાં ગેરકાયદે રસ્તાઓ,જંગલની હદમાંથી વીજ પુરવઠો દ્વારા પર્યાવરણને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.છેલ્લા 3 વર્ષથી આજુબાજુમાં ગેરકાયદે બાંધકામ,મોટાપાયે ખનન અને ખાણકામ ચાલી રહ્યું છે.જો કે નવાઈની વાત એ છે કે વહીવટીતંત્રના કોઈપણ અધિકારીને આ અંગે સહેજ પણ ખ્યાલ જ ન આવ્યો જે ભારે શંકાસ્પદ બાબત છે.સમગ્ર કૌભાંડમાં જવાબદાર તેહેસીલદાર કે તલાટી શું ક્યારેય અહી સ્થળ તપાસે આવ્યા નહીં હોય ? જે આખા પ્રકરણમાં ભયંકર વાસ્તવિકતા પ્રકાશમાં આવી હોવાનું તેમને જણાવ્યું હતું.

ગુજરાતના એક રાજનેતાના તાર પણ જોડાયા : ગુજરાત એક નેતાના સહયોગી પણ છે સામેલ !!

સુશાંત મોરેએ જણાવ્યું હતું કે એવી ચર્ચા છે કે આ જંગલ સંબંધિત જમીન માફિયાઓ ગુજરાતના એક અગ્રણી નેતાની નજીક છે.તે નેતાના આશીર્વાદથી જ અહીં આટલું મોટું અનધિકૃત રિસોર્ટ બની રહ્યું છે.દરમિયાન રેણુસે ઝડાણીથી ઉચાટથી રઘુવીર ઘાટ સુધીનો ટુ-લેન રોડ પણ બનાવવામાં આવી રહ્યો છે.આ રોડની કોઈ જરૂર નથી ત્યારે આ રોડ બનાવવામાં આવી રહ્યો છે.આ માટે રેણુસે ગામમાં બિનસત્તાવાર રીતે ડામરનો પ્લાન્ટ પણ ચાલી રહ્યો છે.જો કે, આ કૌભાંડને લઇ નંદુરબાર-ગુજરાત જોડાણનું કૌભાંડ બહાર આવ્યું છે.મોરે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર પણ આ દિશામાં તપાસ કરાવે કારણ કે કૌભાંડમાં જે કરોડો રૂપિયા મહારાષ્ટ્રમાં આવ્યા તે પાછળ ક્યાં નેતા કે તેમના નજીકના સહયોગીનો હાથ છે અને જીએસટીના એડિશનલ કમિશનર ચંદ્રકાન્ત વળવી સાથે આ ગોરખધંધામાં કોણ ઇન્વોલ્વમેન્ટ ધરાવે છે.અત્રે નોંધનીય છે કે આ સનસનીખેજ આક્ષેપોને જોતા સ્ટેટ જીએસટીના કમિશ્નર ચંદ્રકાન્ત વળવીના 600 એકર જમીન કૌભાંડમાં ગુજકરાતના એક નેતાના નજીકના ક્યાં સહયોગી સામેલ હશે ? તેમજ આ કૌભાંડમાં નેતાનો શું રોલ હશે તેને લઇ પણ પ્રશ્નો ઉદ્દભવ્યા છે.

વહીવટીતંત્રે કાર્યવાહી કરવી જોઈએ

સુશાંત મોરેએ કહ્યું કે કૌભાંડ સંબંધિત ગામ પુનર્વસન ગામ છે.આ જગ્યાએ કોઈ વસ્તી નથી.આથી ગત વર્ષે સરકારી યોજના દ્વારા લાખો રૂપિયાના ખર્ચ બાદ કરવામાં આવેલ વીજળી અને પાણીનો પુરવઠો અહીં તાકીદે કાપી નાખવામાં આવે.અહીંના અનઅધિકૃત બાંધકામને કારણે પર્યાવરણને ખતરો ઉભો થઈ રહ્યો છે તેના પર વહીવટીતંત્રએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ.જો સંબંધિત સનદી અધિકારી દ્વારા ખરીદાયેલ વિસ્તાર જમીન મહેસૂલ અધિનિયમોનું ઉલ્લંઘન કરતું હોય,તો ઉક્ત જમીન સરકારમાં જમા કરાવવી (ખાલસા ) કરવી જોઈએ અને ગેરકાયદે બાંધકામ,ખાણકામ,વૃક્ષો કાપવા,વીજળી અને પાણી પુરવઠા માટેના સરકારી ભંડોળના દુરુપયોગની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ.સંબંધિત જવાબદાર પક્ષો સામે ફોજદારી કાર્યવાહીના પણ આદેશો આપવામાં આવે તેમજ ફોજદારી અધિકાર અને દંડાત્મક બાબતો તેમજ જિલ્લાની વહીવટીતંત્ર તમામ સંબંધિત ઘટકો સાથે સંકળાયેલા જવાબદાર અધિકારીઓને આદેશ આપે અન્યથા 10 જૂને તેઓ સાતારા સત્તાધિકારી કચેરીમાં બેમુદત ઉપવાસ કાર્યક્રમ ચાલુ કરશે.

Share Now