લેબેનોનમાં બાદ ઈરાનમાં ફફડાટ : સુપ્રિમ લીડર અલી ખામેનેઇ અંડરગ્રાઉન્ડ !

28

ઈઝરાયલી સેના તરફથી હિઝબુલ્લાહ ચીફ હસન નસરુલ્લાના મોતની પુષ્ટિ બાદ મધ્ય પૂર્વમાં સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે.ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈને દેશની અંદર આકરી સુરક્ષા વ્યવસ્થાની સાથે સુરક્ષિત સ્થાન પર લઈ જવાયા છે.સુરક્ષિત સ્થાન પર ગયા બાદ ઈરાનના સર્વોચ્ચ નેતાએ મુસ્લિમોને આહ્વાન કરતાં કહ્યું કે તે લેબેનોનના લોકો અને ગર્વિત હિઝબુલ્લાહની સાથે દરેક શક્ય રીતથી ઊભા થાય અને ઈઝરાયલના દુષ્ટ શાસનનો સામનો કરવામાં તેમની મદદ કરે. ખામેનેઈએ એક નિવેદનમાં કહ્યું, ‘આ વિસ્તારનું ભાગ્ય વિરોધની તાકાતો દ્વારા નક્કી કરવામાં આવશે,જેમાં હિઝબુલ્લાહ સૌથી આગળ હશે.’

હિઝબુલ્લાહ ચીફ મર્યા જવાની પુષ્ટિ

આ પહેલા શનિવારે ઈઝરાયલી સેનાએ મોટો દાવો કરતાં કહ્યું છે કે તેમના હુમલામાં હિઝબુલ્લાહ ચીફ હસન નસરુલ્લા માર્યા ગયા છે.ઉલ્લેખનીય છે કે ઈઝરાયલે શુક્રવારે દક્ષિણી બેરુતમાં એક હુમલામાં હિઝબુલ્લાહના મુખ્ય કાર્યાલયને નિશાન બનાવ્યુ હતુ, જેમાં હસન નસરુલ્લાના હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.હવે તેમના મર્યા જવાની પુષ્ટિ સેનાએ કરી છે.ઈરાન,લેબેનોનના હિઝબુલ્લાહ અને અન્ય પ્રાદેશિક પ્રોક્સી જૂથોની સાથે સતત સંપર્કમાં હતું, જેનાથી આગામી પગલું શું હશે, એ નક્કી કરવામાં આવી શકે.

Share Now