ઈઝરાયલે કહેર વર્તાવ્યો, હમાસનો વધુ એક મોટો લીડર ઠાર : ગાઝામાં 25, લેબેનોનમાં 13નાં મોત

87

ઈઝરાયલ અને હમાસ-હિઝબુલ્લાહ વચ્ચેનું યુદ્ધ દિવસે ને દિવસે વકરતું જાય છે.શુક્રવારે ગાઝાના કેન્દ્રમાં ઇઝરાયલના હુમલામાં 25 લોકો માર્યા ગયા હતા.મૃતકોમાં પાંચ બાળકો સામેલ હતા.જ્યારે અગાઉ ગુરુવારે નુસીરતમાં શરણાર્થી કેમ્પ પર કરાયેલા બે હુમલામાં 16 લોકો માર્યા ગયા હતા.બીજી બાજુ લેબનોનમાં પણ ઈઝરાયલે કહેર વર્તાવ્યો હતો.જ્યાં હવાઈ હુમલા દરમિયાન 13 લોકો માર્યા ગયા હતા.

ઈઝરાયલ બન્યો કાળ!

ઈઝરાયલી એરફોર્સ દ્વારા ગુરુવાર-શુક્રવારની રાત્રે રાજધાની બેરૂતના દક્ષિણી વિસ્તારોમાં અનેક હવાઈ હુમલાઓ કરવામાં આવ્યા હતા.આ હુમલાઓમાં ઘણી ઈમારતો ધ્વસ્ત કરી દેવાઈ હતી.જેના કાટમાળ નીચે ઘણાં લોકો દટાયા હોવાની આશંકા છે.આ દરમિયાન, અમેરિકન રાજદ્વારીઓ લેબેનોનમાં યુદ્ધવિરામને લઈને એક્ટિવ થયા છે.ઈઝરાયલે એ પણ સંકેત આપ્યો છે કે જો તેની માગણીઓ પૂરી કરાશે તો યુદ્ધવિરામ થઇ શકે છે.

હમાસનો વધુ એક વરિષ્ઠ લીડર ઠાર

ઇઝરાયલી સૈન્યએ શુક્રવારે જણાવ્યું હતું કે અમે ખાન યુનિસમાં હમાસના વધુ એક વરિષ્ઠ અધિકારી ઇઝ અલ-દિન કસાબને હવાઈ હુમલામાં ઠાર માર્યો છે.પેલેસ્ટિનિયન જૂથે એક નિવેદનમાં કસાબની શહીદી પર શોક વ્યક્ત કર્યો હતો.હમાસના સૂત્રોએ જણાવ્યું હતું કે કસાબ ગાઝામાં સ્થાનિક જૂથનો અધિકારી હતો,પરંતુ તે નિર્ણય લેવાની રાજકીય સમિતિના સભ્ય નહોતા.

Share Now