આગામી 24 કલાક દરમિયાન આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

77

ગુજરાતમાં થોડા વિરામ બાદ રાજ્યનાં દક્ષિણ,મધ્ય અને ઉત્તરના ભાગોમાં મેઘરાજા વરસી રહ્યા છે.ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.જેમાં હજી 24 કલાક દરમિયાન ગુજરાતના દક્ષિણ અને મધ્ય ભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે.હવામાન વિભાગ અનુસાર હાલમાં ગુજરાત પર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે.તેને કારણે ઉત્તર,મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.આ ત્રણ સિસ્ટમમાં માનસુન ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધીનો ઓફ શોર ટ્રફ જવાબદાર રહેશે.તેને કારણે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત અને પૂર્વ કરફ મધ્ય પ્રદેશ સાથે જોડાયેલા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ છે.આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાક દરમિયાન બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી,મહીસાગર,દાહોદ અને નર્મદામાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ તો છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની શક્યતાને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં આજે પણ વરસાદ જોવા મળશે.આજે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવી છે.અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ થવાની શક્યતા છે.બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય થતા ગુજરાત,બિહાર,રાજસ્થાનમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.કેટલાક સ્થળોએ 14 ઈંચ જેટલો વરસાદ પડે તેવી શક્યતાઓ છે.

Share Now