વલસાડ, 08 જૂન : ચણોદ ખાતે ચંદ્રલોક બિલ્ડીંગમાં દાગીના પર લોન આપતી આયઆયએફએલ લૂંટ કેસમાં ગુજરાત એટીએસએ મહારાષ્ટ્ર અને કર્ણાટકથી છોટા રાજન ગેંગના બે આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી રૂ.70 લાખ રોકડા કબજે કર્યા હતા.આ કેસમાં એક આરોપી અગાઉ અમદાવાદથી પણ ઝડપાઇ ચૂક્યો છે.પકડાયેલા આરોપીઓને વલસાડ એલસીબી અમદાવાદથી લઇ આવી વધુ પૂછપરછ હાથ ધરતા ચોંકાવનારી વિગતો મળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.મુખ્ય આરોપી સંતોષ નાયક ઉર્ફે રાજેશ ખન્નાની ઓળખ પરેડ માટે આયઆયએફએલના કર્મીઓને શનિવારે એલસીબી ઓફિસે બોલાવાયા હતા.જ્યારે રવિવારે આરોપીને બ્રાંચ ઉપર લઇ જઇ લૂંટ અંગેની વધુ જાણકારી મેળવવામાં આવી હતી.ટૂંક જ સમયમાં પકડાયેલા આરોપીઓથી પૂછપરછમાં મળેલી અનેક કડીઓ પોલીસ પત્રકાર પરિષદ યોજી તે અંગે વિસ્તૃત માહિતી આપશે તેવી માહિતી મળી રહી છે.


