– સરકાર અનુસાર હાલમાં એક સપ્તાહ સુધી લોકડાઉનનું કડકાઈથી પાલન થશે. 20 એપ્રિલ બાદ દરેક વિસ્તારનું મૂલ્યાંકન થશે.
નવી દિલ્હીઃ ત્રણ મે સુધી લાગુ કરવામાં આવેલ લોકડાઉન-2ને લઈને સરકારે કેટલીક રાહતની જાહેરાત કરી છે.લોકડાઉનના બીજા તબક્કામાં 20 એપ્રિલથી ગ્રામીમ અને અંતરિયાળ વિસ્તારના લોકોને રાહત આપવા માટે નાની નાણાંકીય સંસ્થાઓને સંચાલનની મંજૂરી સરકારે આપી છે.
તેમાં કોપરેટિવ ક્રેડિટ સોસાયટી,નોન બેન્કિંગ ફાઈનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન, હાઉસિંગ ફાઈનાન્સ કંપની સામેલ છે જે મિનિમમ સ્ટાફની સાથે નિયમોનું કડકાઈથી પાલન કરતાં ઓપરેટ કરી શકશે.ગ્રામીણ વિસ્તારમાં ઓપ્ટિકલ ફાઈબર કેબલ બિછાવવાના કામને પણ સરાકરે મંજૂરી આપી દીધી છે.
ઉપરાંત બેંબૂ કોકોનેટ ટ્રાઈબલ વિસ્તારમાં માર ફોરેસ્ટ પ્રોડ્યૂસ સાથે જોડાયેલ કામોને પણ મંજૂરી આપવામાં આવી છે.આ પહેલા ગૃહ મંત્રાલયે વિસ્તૃત ગાઈડલાઈન્સ બહાર પાડી હતી જેમાં તેમનો ઉલ્લેખ ન હતો,પહેલાની જેમ જ આ વસ્તુનાં સંચાલનમાં પણ અંતિમ નિર્ણય સ્થાનિક પ્રશાસનનો જ રહેશે.
સરકાર અનુસાર હાલમાં એક સપ્તાહ સુધી લોકડાઉનનું કડકાઈથી પાલન થશે.20 એપ્રિલ બાદ દરેક વિસ્તારનું મૂલ્યાંકન થશે. ત્યાર બાદ જ છૂટને લઈને નિર્ણય થશે.એવા વિસ્તાર કે જે હોટસ્પોટ છે અથવા જે હોટસ્પોટ બની શકે છે ત્યાં કોઈને છૂટ નહીં મળે.