બેંગલુરુમાં દિગ્વિજય સિંહની અટકાયતના વિરુદ્ધ મધ્ય પ્રદેશમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન
એજન્સી, ભોપાલ:
મધ્ય પ્રદેશના રાજકારણમાં બની રહેલા ઘટનાક્રમ વચ્ચે સ્થિતિ વધુ બગડતી જોવા મળી રહી છે. બેંગલુરુમાં કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહની અટકાયતનો વિરોધ કરતા કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભોપાલમાં સ્થિત ભાજપ કાર્યલયને ઘેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપ કાર્યાલય બહાર લાગેલી બૈરકેડિંગને તોડીને કોંગ્રેસી કાર્યકર્તાઓ કાર્યાલયમાં ઘૂસી ગયા હતા. જે દરમિયાન બંને પાર્ટીઓના કાર્યકર્તાઓ આમને-સામને આવી ગયા હતા. જોકે પોલીસ સ્થિતિ સંભાળતા અમુક કોંગ્રેસી કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી.
બીજી તરફ સીહોરમાં પણ કોંગ્રેસી કાર્યકર્તાઓને વિરોધ પ્રદર્શન કરતા રોકવામાં આવ્યા હતા. તેઓ ભજન ગાતા ફૂલો વરસાવી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા.
આ પહેલા આ મુદ્દે બેંગલુરુમાં ભૂખ હડતાલ પર બેઠેલા કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે એક પ્રત્રકાર પરિષદ યોજી ભાજપ અને જ્યોતિરાદિત્ય પર આરોપ લગાવ્યા હતા કે તેઓ મધ્ય પ્રદેશની સરકારને પાડવામાં વ્યસ્ત છે.
આ પહેલા દિગ્વિજય સિંહ તરફથી બેંગલુરુમાં રોકાયેલા કોંગ્રેસી ધારાસભ્યોને મળવાની માંગ કરતી અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી હતી.