– ગાંધીનગર ગીફ્ટ સિટીની મુલાકાત લેવા માટે રવાના થયા હતા
– વડાપ્રધાન IFSCના મુખ્ય ભવનનો શિલાન્યાસ કરશે
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતનાં મહેમાન બન્યા છે બપોરે 2 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.જ્યાંથી તેઓ ગાંધીનગર ગીફ્ટ સિટીની મુલાકાત લેવા માટે રવાના થયા હતા.જ્યાં તેઓ ભારતમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રો (IFSCs)માં નાણાકીય ઉત્પાદનો,નાણાકીય સેવાઓ અને નાણાકીય સંસ્થાઓના વિકાસ અને નિયમન માટે એકીકૃત નિયમનકાર,આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રો ઓથોરિટી (IFSCA)ના મુખ્યાલયની ઇમારતનો શિલાન્યાસ કરશે.
આજે 2 વાગ્યાની આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા.જયાં તેમના ઉષ્માભર્યુ સ્વાગત કરવા માટે રાજ્યપાલ સહિત મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનું અમદાવાદ હવાઈ મથકે ઉષ્માભર્યું સ્વાગત કરતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જી ,ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઇ કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિંમતનગરમાં સાબરડેરીની મુલાકાતે આવ્યા હતા.આજે ગાંધીનગરમાં ગીફ્ટ સિટીની મુલાકાતે જશે.સાંજે સાંજે 4 કલાકે કાર્યક્રમ સ્થળે જશે.ગિફ્ટ સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી) ની કલ્પના માત્ર ભારત માટે જ નહીં પરંતુ વિશ્વ માટે નાણાકીય અને તકનીકી સેવાઓ માટે એક સંકલિત હબ તરીકે કરવામાં આવી હતી.