5 દિવસમાં કેસ પાછા નહીં ખેંચાય તો આંદોલનની ચીમકી
હળવદ
વર્ષ ૨૦૧૫માં અનામતની માંગને લઇને પાટીદાર સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું જેમાં અસંખ્ય પાટીદાર સમાજના યુવાનો પર પોલીસ કેસ નોંધાયા હતા બાદમાં રાજ્ય સરકાર દ્વારા તમામ કેસો પાછા ખેંચી લેવાની જાહેરાત પણ કરવામાં આવી હતી જોકે માત્ર નાના કેસો જ પાછા ખેચિયા હોવાના આક્ષેપ સાથે આજે હળવદ મામલતદાર કચેરી ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને દિવસ ૧૫ માં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગુજરાતભરમાં રચનાત્મક કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી છે.આંદોલન દરમિયાન થયેલ તમામ કેસો પાછા ખેંચવાની માંગ સાથે આજે હળવદ મામલતદાર કચેરી ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા મામલતદારને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમા જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૫માં સરકારને લેખિત મૌખિક રજૂઆતો કરી હતી પરંતુ કોઇ પ્રતિભાવ ન મળતાં રજૂઆત ના અંતે રાજ્યભરમાં આંદોલનના માર્ગે વધ્યું હતુ.