[weather_data]
Breaking News
TRENDING NEWS

Category: Gujarat Now

સુરત ઈન્કમટેક્ષમાં ફેસલેસ એસેસમેન્ટ સ્કેમ ! : શહેરના ત્રણ ટોચના સીએ બેકાબુ

સુરત,તા.13 ફેબ્રુઆરી : 2025 : CBI એ ફેસલેસ એસેસમેન્ટનો ગુપ્ત ડેટા લીક કરવાના રેકેટનો પર્દાફાશ કર્યો કે જેમાં ઈન્કમટૅક્ષના ડેપ્યુટી કમિશનર,CA સહીત 9 વિરુદ્ધ નોંધાઈ FIR નોંધાઈ છે ત્યારે સુરત ઈન્ક્મટેક્ષ વિભાગમાં પણ કેટલાંક મહાભ્રષ્ટ અધિકારીઓ કેટલાંક માનીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સાથે મળીને આજ પ્રકારે સ્કેમ ચલાવી રહ્યા હોવાની ચર્ચાઓ શરૂ થઇ છે.ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના આશયે CBDT બોર્ડે શરૂ કરેલી આ ફેસલેસ એસેસમેન્ટ સિસ્ટમને હવે ગ્રહણ લાગ્યું હોઈ એવું ફલિત થઇ રહ્યું છે.જાણકારોના મતે આ યોજનાને તોડી નાંખવાના ભાગરૂપે એક સુવ્યવસ્થિત કૌભાંડ સુરત ઈન્ક્મટેક્ષમાં પણ આકાર લઇ ચૂક્યું છે.જેમાં શહેરના ત્રણ ટોચના CA અને તેમના મળતિયાઓ ભેગા મળી વ્યાપકપણે એસેસમેન્ટના કેસમાં
Read more

વલસાડ-વાપીના બિલ્ડર્સ,જમીનદારો અને વકીલોને ત્યાં ઈન્ક્મટેક્ષના દરોડા

– રહેઠાણ અને ધંધાકીય જગ્યાઓ પર વાપી ઇન્કમટેક્ષના અધિકારીઓના કાફલાએ સર્ચની કાર્યવાહી હાથ ધરી આજે વહેલી સવારે ઈન્કમટેક્ષ વિભાગે વલસાડ અને વાપીમાં અગ્રણી બિલ્ડરો,લેન્ડ ડેવલપર્સ,એડવોકેટ્સ અને આર્કિટેક્ટ્સને નિશાન બનાવીને એક સાથે દરોડા પાડ્યા હતા.વાપી ઇન્વેસ્ટિગેશન ટીમના વડા આર.પી. મીનાની આગેવાનીમાં આ ઓપરેશને જિલ્લાના ઉચ્ચ વર્ગના અને ઉચ્ચ આવક ધરાવતા કરદાતાઓમાં વ્યાપક ચર્ચા જગાવી છે. લાંબા ગાળાની નિષ્ક્રિયતા ખંખેરી વલસાડમાં ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા આ નોંધપાત્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ સર્ચ ઓપરેશનમાં વલસાડ અને વાપી જિલ્લાની અંદર અને બહારના બંને ઇન્કમટેક્ષ અધિકારીઓની એક મોટી ટીમ સામેલ હતી, જેઓ અનેક હાઈ-પ્રોફાઈલ વ્યક્તિઓના રહેઠાણ અને વ્યવસાયિક જગ્યાઓ પર દરોડાની કાર્યવાહી હાથ ધરી છે.ઇન્કમટેક્ષના
Read more

રાજ્યના 41 સાંકડા પુલ-સ્ટ્રક્ચર્સને પહોળા કરવા 245 કરોડ રૂપિયા કર્યા મંજૂર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં માર્ગો પરના સાંકડા પુલ-સ્ટ્રક્ચર્સને પહોળા કરી ટ્રાફિક જામ થવાની સમસ્યામાંથી મુક્તિ માટેનો મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે.રાજ્યમાં 20 જેટલા માર્ગો-રસ્તાઓ પર રોડની સાપેક્ષમાં સાંકડા હોય તેવા 41 હયાત પુલ અને સ્ટ્રક્ચર્સ પહોળા કરવાની કામગીરી માટે મુખ્યમંત્રીએ 245.30 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. માર્ગ અને મકાન વિભાગ હવે આવા સાંકડા પુલ અને સ્ટ્રક્ચર્સને રસ્તાઓની પહોળાઈને અનુરૂપ વાઇડનીંગ કરવાની કામગીરી હાથ ધરશે.રાજ્યમાં કુલ મળીને એવા 41 પુલો કે સ્ટ્રક્ચર્સ છે જેની પહોળાઈ રસ્તાઓની પહોળાઈ કરતા સાંકડી છે.આના પરિણામે આવા પુલો-સ્ટ્રકચર્સ પર ટ્રાફિક જામ થવાની સમસ્યા ઊભી થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધ્યાને આ વિષય આવતા તેમણે લોકોને ટ્રાફિક
Read more

ગુજરાત : રેરાનો બિલ્ડરને આદેશ, ગ્રાહકોને બ્રોશરમાં જે સુવિધા દર્શાવો છો તે આપો

– નવી સ્કીમમાં ઘર ખરીદનાર એક ફલેટધારકે ગુજરેરામાં ફરિયાદ કરી હતી – વડોદરાના એક ડેવલપરને સોસાયટીમાં વચનબદ્વ સુવિધાઓ પૂરી પાડવા આદેશ – તમામ ડેવલપર્સને એમિનિટીઝ પ્રમાણે સુવિધા આપવા રેરાએ આદેશ કર્યો ગુજરાતમાં રેરાનો બિલ્ડરને આદેશ,ગ્રાહકોને બ્રોશરમાં જે સુવિધા દર્શાવો છો તે આપો.તેમાં નવી બાંધકામ સ્કીમમાં ડેવલપર્સે દર્શાવેલી સ્વિમીંગપૂલ,કાફે સહિતની એમિનિટીઝ મુજબ ફલેટ ધારકોને નહીં આપતાં ગ્રાહકો રેરાનો સંપર્ક કરે છે.જેથી રેરાએ લોક હિતમાં તમામ ડેવલપર્સને એમિનિટીઝ પ્રમાણે સુવિધા આપવા રેરાએ આદેશ જારી કર્યો છે.વડોદરના ડેવલપર્સને આવી જ ફરિયાદમાં રેરાએ કરેલો આદેશ દાખલારૂપ છે. વડોદરાના એક ડેવલપરને સોસાયટીમાં વચનબદ્વ સુવિધાઓ પૂરી પાડવા આદેશ ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા) વડોદરાના એક
Read more

PM નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો 16 સપ્ટેમ્બરે શુભારંભ

ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે.આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો જેમ કે જીએનએલયુ,પીડીઇયુ, ગિફ્ટ સિટી,રાયસણ,રાંદેસણ,ધોલાકુંઆ સર્કલ,ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારને આવરી લેવાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો 16 સપ્ટેમ્બરે સેક્ટર-1થી શુભારંભ કરવામાં આવશે.મેટ્રો રેલવેનો બીજો તબક્કો શરૂ થવાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે નાગરિકોની યાત્રા વધુ ઝડપી,સુરક્ષિત અને વાજબી બનશે.આ ફેઝમાં મેટ્રોની કનેક્ટિવિટી મોટેરાથી ગાંધીનગર સુધી મળશે,જેમાં ફેઝનો એક કોરિડોર ગિફ્ટ સિટી સુધી જશે.તેના લીધે કર્મચારીઓ અને પ્રવાસીઓને વધુ એક્સેસ મળવાથી સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ
Read more

આગામી 24 કલાક દરમિયાન આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં થોડા વિરામ બાદ રાજ્યનાં દક્ષિણ,મધ્ય અને ઉત્તરના ભાગોમાં મેઘરાજા વરસી રહ્યા છે.ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.જેમાં હજી 24 કલાક દરમિયાન ગુજરાતના દક્ષિણ અને મધ્ય ભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે.હવામાન વિભાગ અનુસાર હાલમાં ગુજરાત પર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે.તેને કારણે ઉત્તર,મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.આ ત્રણ સિસ્ટમમાં માનસુન ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધીનો ઓફ શોર ટ્રફ જવાબદાર રહેશે.તેને કારણે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત અને પૂર્વ કરફ મધ્ય પ્રદેશ સાથે જોડાયેલા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ
Read more

HM XCLUSIVE : તાપી નદી કિનારે પુરાણ મામલે સુરત કલેક્ટર દ્વારા તપાસનો આદેશ

– તાપી નદી કિનારે પાળા યોજનાની જોગવાઈઓ નો ભંગ કરી માટી પુરાણ કરી સુરત શહેરને પૂરના ભયમાં નાખવાનો મામલો મુખ્યમંત્રીના દરબારમાં પહોંચતા જ તપાસનો ધમધમાટ શરૂ : સમગ્ર મામલાની તપાસ નાયબ કલેક્ટર ઓલપાડ પ્રાંતને સોંપાઈ : કલેક્ટરે તાકીદે તપાસ કરી રિપોર્ટ કરવાનું ફરમાન કરતા તંત્ર દોડતું થઈ ગયું! સુરત : સુરત જિલ્લાના ભાઠા ખાતે તાપી નદી કિનારે પાળા યોજનાની જોગવાઈઓનો ભંગ કરી માટી પુરાણ કરી સુરત શહેરને પુરના ભયમાં નાખવાનો મામલો મુખ્યમંત્રીના દરબારમાં પહોંચતા જ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.તાત્કાલિક અસરથી તપાસ હાથ ધરવાની માંગ ઉઠાવતા સમગ્ર મામલાની તપાસ નાયબ કલેક્ટર ઓલપાડ પ્રાંતને સોંપાઈ છે.સુરતના ડુમસની સરકારી જમીન ગણોતીયાઓને પધરાવી
Read more

ક્રિભકો દ્વારા યોનેક્સ સનરાઇઝ ગુજરાત રાજ્ય બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરાયું

સુરત : કૃભકો સુરત દ્વારા 19 થી 23 જૂન 2024 દરમિયાન કૃભકો ટાઉનશીપ, હજીરા સુરત ખાતે યોનેક્સ સનરાઈઝ ગુજરાત રાજ્ય બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2024 પ્રાયોજિત અને આયોજિત કરવામાં આવી રહી છે.જેમાં સિંગલ,ડબલ અને મિક્સ ડબલ જેવી કેટેગરીમાં પુરૂષ અને મહિલા ખેલાડીઓ માટે સ્પર્ધાઓ યોજવામાં આવી રહી છે.ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન પીયૂષ કુમાર,જનરલ મેનેજર (વાણિજ્ય) દ્વારા 19 જૂન 2024 ના રોજ કૃભકોના વરિષ્ઠ અધિકારીઓ, સુરત જિલ્લા બેડમિન્ટન એસોસિએશન અને ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાંથી કુલ 234 ખેલાડીઓ 5 અલગ-અલગ ઈવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે.જેમાં તસ્નીમ મીર શ્રેયા લેલે,એશાની તિવારી,અદિતા રાવ,શેનન ક્રિશ્ચિયન,અંજલિ રાવત,અધીપ ગુપ્તા જેવા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ
Read more

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થતા જ ગુજરાતમાં ફટાકડા ફોડી આતશબાજી કરાઈ : જુઓ શોભાયાત્રાનો VIDEO

અયોધ્યાની સાથે સાથે ગુજરાત પણ જય શ્રીરામના નારા સાથે ગુંજી ઉઠ્યું છે. ગુજરાતના દરેક મહાનગરો, જિલ્લાઓ અને ગામોમાં બધે જ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે અમદાવાદ, 22 જાન્યુઆરી: રામ મંદિરમાં આજે યોજાઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અયોધ્યા શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. 500 વર્ષની રાહ જોયા બાદ આજે ભગવાન શ્રી રામ તેમના ભવ્ય અને દિવ્ય મંદિરમાં નિવાસ કર્યો છે. રામલલાને તેમના મંદિરમાં બિરાજમાન કરવા માટે લગભગ 500 વર્ષની લાંબી રાહનો આજે અંત આવ્યો છે. અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં આજે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં રામ
Read more

આભવા સ્થિત રામજીવાડી હોલનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના વરદ હસ્તે ઉદ્ઘાટન કરાયું

– આજનો છોડ કાલનો વડલો બને છે,એવી રીતે યુવા શક્તિ એક આવતી કાલની પ્રેરણા પૂરી પાડે છે : પાટીલ – કોળી સમાજને મારા પરિવારનો એક ભાગ માનું છું : CR પાટીલ સુરત : ચોર્યાસી તાલુકા કાંઠા વિભાગ કોળી સમાજ આયોજીત સાંસ્કૃતિક ભવન AC હોલના ઉદ્દઘાટન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અને ઉદ્દઘાટક તરીકે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને કોળી સમાજના પ્રમુખ હિતેશભાઈ ભરથાણા,ટ્રસ્ત્રી મહેશભાઈ પાંચીયા,ઉપ પ્રમુખ સી.ડી.પટેલ,ખજાનચી અર્જુનભાઈ પટેલ,સહમંત્રી શરદભાઈ પટેલ,સહ મંત્રી નવનીતભાઈ પટેલ, શ્રીમતી ઝંખનાબહેન પટેલ (ભૂતપૂર્વ ધારાસભ્ય) મહેન્દ્રભાઈ પટેલ,( પૂર્વ કેન્દ્ર મંત્રી) અને ઓલપાડ પ્રમુખ જેન્તીભાઈ પટેલ તેમજ કાંઠા વિસ્તારના કોર્પોરેટર શ્રીમતી પીયુષાબહેન પટેલ,ચિરાગસિંહ સોલંકી અને દીપેશભાઈ પટેલ હાજર રહ્યા
Read more
1 2 3 878

Most Read