– કોઇપણ સમયે પેકેજની જાહેરાત થઇ શકે છે : અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવાના એક પછી એક પગલાઓ
નવીદિલ્હી : દલાલ સ્ટ્રીટમાં એક પછી એક પેકેજને લઇને ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે.નાણામંત્રી નિર્મલા સીતારામન કહી ચુક્યા છે કે,ભારત દ્વારા ટૂંક સમયમાં જ નવેસરથી રાહત પગલાઓ જાહેર કરવામાં આવશે.આર્થિક પેકેજ પણ જાહેર કરવામાં આવશે.જો કે,આ પેકેજની જાહેરાત ક્યારે કરાશે તેને લઇને કોઇ ખુલાસો કરવામાં ન આવતા શેરબજારમાં પણ આની ઉત્સુકતાથી રાહ જોવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નિર્મલા સીતારામન વચ્ચે કોઇપણ સમયે પેકેજને લઇને અંતિમ બેઠક થઇ શકે છે.વાતચીત થઇ ચુકી છે.પહેલા પણ એક પેકેજ જાહેર કરવામાં આવી ચુક્યું છે.હવે આરબીઆઈ બુસ્ટર બાદ વધુ એક પેકેજ કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરીને કોરોના વાયરસની અભૂતપૂર્વ સ્થિતિ વચ્ચે સ્થિતિને સામાન્ય બનાવવા પગલા લેવામાં આવી શકે છે.આરબીઆઈ દ્વારા બેંકોમાં સ્થિતિને મજબૂત કરવા હાલમાં જ રિવર્સ રેપોરેટમાં ઘટાડો કરવા સહિતના વિવિધ પગલા જાહેર કરી દીધા છે.આવી સ્થિતિમાં હવે મોદી સરકારના આર્થિક પેકેજ ઉપર તમામ કારોબારી જગતની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.આ પેકેજ ખુબ મોટું રહેશે.