નાણાંમંત્રી સીતારમણે લોકસભામાં રજૂ કર્યું નવું ઇન્કમ ટેક્સ બિલ : વાંચો ફેરફારો વિષે વિગતે
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં નવું ઇન્કમ ટેક્સ બિલ 2025 રજૂ કર્યું છે. જેને 7 ફેબ્રુઆરી, 2025ના રોજ કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી હતી. આ નવું બિલ 60 વર્ષ જૂના ઇન્કમ ટેક્સ ઍક્ટનું સ્થાન લેશે. જે ટેક્સ સિસ્ટમને સરળ, પારદર્શક અને પ્રભાવશાળી બનાવશે. નવા ઇન્કમ ટેક્સ બિલમાં પ્રસ્તાવિત સુધારાઓ ટેક્સ યરનો ઉપયોગ : નવા બિલમાં અસેસમેન્ટ યરના સ્થાને ટેક્સ યર શબ્દનો ઉપયોગ થશે. જે 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનો રહેશે. નવો બિઝનેસ શરુ થાય તો તેનો ટેક્સ યર પ્રારંભના દિવસથી જ શરુ થશે અને તે વર્ષના નાણાકીય વર્ષના અંતે પૂર્ણ થશે. કાયદાકીય ભાષા સરળ બનાવી : નવા બિલમાં કાયદાકીય શબ્દોને સરળ અને ટૂંકાવામાં
Read more