અમદાવાદના ધોળકામાં ભાજપના યુવા નેતા વિદેશી દારૂ સાથે ઝડપાયા છે.યુવા મોરચાના પ્રમુખ નિરવ પટેલ 3 નંગ વિદેશી દારૂ સાથે ઝડપાયા છે. DYSPની ટીમે પુલેન સર્કલ પાસેથી ભાજપના યુવા નેતાની ધરપકડ કરી છે.પોલીસે હાલ 11 હજાર 500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.