– વડી અદાલતના ચૂકાદા-નિર્ણયનો મંગળવારથી રાજયવ્યાપી અમલ
આવતીકાલ તા.૧૧ ઓગષ્ટથી રાજયમાં જાહેરમાં માસ્ક નહીં પહેરનારાનો રૂા.૧ હજાર દંડ કરાશે તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે રાજયની વડી અદાલતે આપેલા ચુકાદાનો રાજયમાં આવતીકાલથી અમલ કરવામાં આવશે. તદનુસાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેર કર્યું છે કે રાજયમાં આવતીકાલ એટલે કે તા.૧૧ ઓગષ્ટ મંગળવારથી જાહેરમાં માસ્કના પહેરનારા વ્યકિતઓને ૧૦૦૦ રૂપીયાનો દંડ કરવામાં આવશે.તેમણે રાજયનાં સૌ નાગરિકોને અપીલ કરી છે.કે આગામી જન્માષ્ટમી સહિતના તહેવારોમાં ઘર બહાર નીકળીને ભીડ ભાડના કરે કેમ કે કોરોના સંક્રમણ આવી ભીડભાડથી વ્યાપક ફેલાય છે. તેથી આવા સંક્રમણને અટકાવવા સૌ નાગરિકો ઘરમાં જ રહીને તહેવારો મનાવે તેવો અનુરોધ પણ મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો છે.