ગોવાહાટી તા. ૧ર : કોવીડ-૧૯ના સંકટને લઇને સ્કુલો બંધ હતી.પરંતુ આસામમાં હવે સ્કુલો ખોલવાની તૈયારીઓ થઇ છે.જો કે વાલીઓ હજૂ અવઢવમાં છે કે બાળકોને શાળાએ મોકલવા કે ન મોકલવા?
આસામ સરકારે ધો. ૧ થી ૬ માટે વર્ગો ખોલવા તૈયારીઓ શરૂ કરી છે.સામે શિક્ષકો અને કેટલાક અભિભાવકો નારાજ છે.તેઓનું કહેવું એવું છે કે આ વખતે આખુ વર્ષ શાળાઓ બંધ રાખવી જોઇએ. કોરોનાની રસી શોધાય જાય અને પરિસ્થિતિ થાળે પડે ત્યાં સુધી બાળકોને શાળાએ મોકલવા જોખમી છે.ત્યાં સુધી શકય હોય તો ઓનલાઇન શિક્ષણથી કામ ચલાવવા તરફદારી કરવામાં આવી છે.