બારડોલી :મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ગોલા ગામેના લીમડા ફળિયામાં મકાન નંબર 43 રણજીત સિંહ હરેન્દ્રસિંહ ચૌહાણ (ઉ.વ.50 હાલ રહે.ગણેશ નગર સોસાયટી મકાન નંબર 81 કિમ જિનની પાછળ ,કિમ તા.ઓલપાડ જી.સુરત) તેમજ તેઓના કાકાભાઇ યતીન કુમાર ના મકાન નંબર 44 ના જુના બાંધકામના કાચા મકાનોમાં રવિવારે બપોરના 12 વાગ્યાના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી આગમાં ઘરના ઉપરના લાકડાના બનેલા માળિયા તેમજ ઘરમાં રહેલું અનાજ તેમજ ઘર વખરી બળીને સ્વાહા થઈ ગઈ હતી આગમાં મકાનની બાજુમાં આવેલ મહેન્દ્રસિંહ રૂપસિંહ ચૌહાણના મકાનની દીવાલને પણ નુકશાન થયું હતું ઘટના અંગે ઓલપાડ પોલીસે નોંધ લઈ વધુ તપાસ હાથધરી હતી