– માંડવી,માગરોળ અને ઉમરપાડા પોલીસ સ્ટેશન નો ચાર્જ અલગ અલગ પી.એસ.આઈ ને અપાયો
માંડવી : સુરત જિલ્લાના માંડવી તાલુકાના કરંજ જીઆઇડીસી વિસ્તારમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે 1.57 કરોડનું બાયો ડીઝલ ઝડપી પાડ્યા બાદ માંડવી તેમજ એલસીબી ના પી.એસ.આઇ ને સસ્પેન્ડ કર્યા છે સાથે માંડવીની તડકેશ્વર આઉટ પોસ્ટના 2 જમાદાર સસ્પેન્ડ કરી દીધા છે.હવે જિલ્લાના 3 પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ ની જગ્યાઓ ખાલી પડી હતી જેમાં માંગરોળ પોલીસ સ્ટેશનનો ચાર્જ મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈએ એ ચાવડાને આપવામાં આવ્યો છે જ્યારે માંડવી પોલીસ સ્ટેશનનો ચાર્જ પી.ડી ગોંડલીયા ને આપવામાં આવ્યો છે પણ આ પોલીસ સ્ટેશનનો ચાર્જ એ.એચ.છૈયા ને આપવામાં આવ્યો છે મહિલા પોલીસ સ્ટેશનનો ચાર્જ હાલ પૂરતો સુરત સીપીઆઈ કે.વી.ચુડાસમા ને આપવામાં આવ્યો છે. જિલ્લા ટ્રાફીક પી.એસ.આઇ નો ચાર્જ એ.એસ.આઈ અરવિંદભાઈ ને આપવામાં આવ્યો છે.
બીજી તરફ કરંજ બાયોડીઝલ ડીઝલ કૌભાંડોની અસર માંડવી પોલીસ સ્ટેશનમાં પણ પડી છે માંડવી પોલીસ સ્ટેશન માં જિલ્લા પોલીસ વડા એ તડકેશ્વર આઉટ પોસ્ટના જમાદાર અરવિંદભાઈ ચૌધરી તથા બીપીનભાઈ જોતા ને સસ્પેન્ડ કરી દીધા હતા જયારે પાંચ પોલીસ કર્મચારીની ઘલુડી હેડકવાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવી છે જેમાં પો.કો નિતેશ છોટુ,એલ.આર.કેસુ દેવુભાઈ,પ્રકાશ ધીરુભાઈ,આભા મોહનભાઈ,શ્રવણ અમરતજી ની બદલી કરી દેવામાં આવી છે જયારે ઘલુડી હેડકવાર્ટરમાં ફરજ બજાવતા એ.એસ.આઇ સુરેન્દ્રસિંહ જગદેવસિંહ હે.કો રાજીવ ગોવિંદ,ગિરીશ શંકર એલ.આર હર્ષદ મનસુખભાઈ,શક્તિસિંહ બળદેવસિંહ,જયેશ ખંડુભાઈની માંડવી પોલીસ સ્ટેશનખાતે બદલી કરવામાં આવી છે.