જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાના બુડીગામ વિસ્તારમાં ગુરુવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા.માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ હજુ સુધી કરી શકાઈ નથી.એન્કાઉન્ટરમાં ત્રણ જવાન પણ શહીદ થયા છે.સુરક્ષા દળો દ્વારા પણ સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદીઓના છુપાયા હોવાની માહિતી મળતાં સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો હતો.આના પર આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.સુરક્ષા દળોએ પણ આનો જવાબ આપ્યો હતો.તે જ સમયે, 44 RRના જવાનો ચૌગામ કેમ્પથી એક વાન દ્વારા બડીગામમાં એન્કાઉન્ટર સ્થળ તરફ જઈ રહ્યા હતા.દરમિયાનમાં, ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવી દીધો હતો, જેમાં ચાર જવાન ઘાયલ થઈ ગયા હતા.હોસ્પિટલ લઈ જતી વખતે તેમાંથી ત્રણના મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય એકને શોપિયાંની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.