વોશિંગ્ટન,તા.૧૧ : કોરોના મહામારીમાં લોકો આરોગ્યની વિશેષ કાળજી લેવા લાગ્યા છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાના એક માહિતી મુજબ વિશ્વમાં ૭૮ કરોડ લોકો તમાકુનું વ્યસન છોડવા ઇચ્છે છે.કોરોના વાયરસની મહામારી પછી તમાકુ છોડવાની વૃતિ ધરાવતા લોકોની સંખ્યા વધતી જાય છે પરંતુ કેવી રીતે વ્યસન છોડવું તે જાણતા નથી.આથી તમાકુ છોડાવવાની એક વિશ્વ વ્યાપી ઝુંબેશની શરૂઆત કરવામાં આવી રહી છે.કોરોના મહામારીનો હાલનો સમય એવો છે જેમાં આરોગ્ય માટે તમાકુનું વ્યસન છોડવાનું સમજાવી શકાય છે કારણે કે તમાકુ અને ધુ્મપાનથી જ ફેફસા અને શ્વસનતંત્રની બીમારીઓ થાય છે.એક સંશોધન મુજબ ૨૦ ટકા હ્વદયરોગના રોગીઓના મુત્યુ માટે પણ તમાકુ જવાબદાર છે.
કોરોના પોઝિટિવ થવાના ખતરા ઉપરાંત હ્વદયરોગ,કેન્સર અને ડાયાબિટીસ થવાની પણ શકયતા વધી જાય છે. સંયુકત રાષ્ટ્રસંદ્યની આરોગ્ય એજન્સીના અંદાજ મુજબ સિધી કે આડકતરી રીતે તમાકુના સેવનથી દર વર્ષે ૮૦ લાખ લોકોના મોત થાય છે.ધુ્મપાન અને તમાકુનું વ્યસન છોડવા માટે કોરોના મહામારી ઉપયોગી થાય તેમ છે. હાલમાં કોરોના સંક્રમણથી બચવા માટે વ્યસનીઓ જે કાળજી રાખી રહયા છે ત્યારે તેમને તમાકુ છોડવા સમજાવી શકાય છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા તમાકુ વ્યસન વિરોધી અભિયાન હેઠળ જયાં સૌથી વધુ તમાકુનું વ્યસન જોવા મળે છે એવા ૨૨ દેશો પર ધ્યાન કેન્દ્રીત કરવા માંગે છે. તમાકુની વિવિધ ોડકટ પર હાનિકારક હોવાની ચેતવણી આપવામાં આવે છે તથા નુકસાન અને રોગના ગ્રાફિકસ પણ દોરવામાં આવે છે તેમ છતાં તમાકુનું વેચાણ સતત વધતું રહયું છે.સિગારેટ જેવી તમાકુ ોડકટ પર વિવિધ ટેકસ લગાવીને દુનિયાના દેશો કિંમત વધારી રહયા છે તેમ છતાં જે પરીણામ મળતું નથી એ કોરોના મહામારીમાં મળી શકે છે એવું આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે.