અમદાવાદની સાબરમતી જેલમાં અત્યાર સુધીમાં 14 કોરોના પોઝિટીવે કેસ નોંધાયા છે.જેમા 11 કેદીઓ અને 3 કર્મચારીઓના રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યા છે.જેલના કુલ 378 કેદીઓ હાલ પેરોલ પર બહાર છે..અને તેઓ જ્યારે પેરોલનો સમય પૂર્ણ કરશે ત્યારે પરત ફરશે તો સંક્રમણ વધું ફેલાશે તેવી શક્યતા સેવાઈ રહી છે.ઉલ્લેખનિય છે કે કોરોનાને લઈને જેલમાં સેનેટાઈઝિંગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.અને જેલમાં કોઈને ઈન્ફેકશન પણ નથી.પરંતુ બહારથી આવતા કેદીઓને કારણે જેલમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.
બહેરામપુરામાં ચાલીના 36 હજાર લોકોમાં ચિંતાનો માહોલ
દક્ષિણઝોનમાં જ બહેરામપુરા વોર્ડ છે.આ વોર્ડ ચાલીઓનું અને શ્રમજીવી વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે.રમજાનપાર્ક,શકિસોસાયટી,ખોડિયારનગર,જેઠાલાલની ચાલી,દુધવાળી ચાલી,નારણદાસની ચાલી,રસુલ કડીયાની ચાલી,જીવણલાલની ચાલી આ તમામમાં અંદાજે 36 હજાર લોકો વસવાટ કરે છે.કોરોનાના સતત મળતા પોઝિટિવ કેસથી આ વસ્તીના રહીશો ચિંતિત છે.
મિલ્લતનગર,ગોરધનવાડી ટેકરા પર પોઝિટિવ કેસ
દક્ષિણઝોનમાં છેવાડાનો ભાગ એટલે મિલ્લતનગર અને ગોરધનવાડીના ટેકરાનો વિસ્તાર આ બંને વિસ્તારમાં અંદાજે દસ હજાર લોકો વસવાટ કરે છે.પોઝિટિવ કેસની સતત વધતી સંખ્યાથી લોકો મુંઝવણમાં છે.
મધ્યમાં ખાડિયા કોરોનામાં અટવાઈ પડયું
મધ્યઝોનમાં ખાડિયા એ જમાલપુર અને કાલુપુરની વચ્ચે કોરોનામાં અટવાઈ પડયુ છે.રોઝી સિનેમા સારંગપુર,ઢાલગરવાડ,માણેકચોક,કાંતોડિયાવાસ,ઢાળની પોળ,અફઝલખાનનો ટેકરો,દોલતખાના,રૂગનાથપુરા અને ભવાનપુરામાં થઈ વીસ હજારથી વધુ લોકો વસવાટ કરે છે.કોરોના કયારે જાય એની ચર્ચા લોકોમાં છે.
જમાલપુર મધ્યઝોનનું કોરોના એ.પી.સેન્ટર
જમાલપુરમાં મહાજનનો વંડો,પાંચ પીપળી,કાજીના ધાબાનો વિસ્તાર,કાચની મસ્જીદ,ભથિયારવાસ,મોટાબંબા,સિંધીવાડ આ તમામ વિસ્તારમાં વીસ હજારથી વધુ લોકો વસે છે.વસ્તીની ગીચતાએ અહીં કોરોનાના સંક્રમણને સતત વધાર્યુ છે.
દરિયાપુર-શાહપુરમાં મરકજનો ચેપ નડયો
દરીયાપુરમાં તંબુચોકી,કડવા પોળ,ચારવાડ,લક્ષ્મીચંદની ચાલી, બલુચાવાડ, ભંડેરીપોળ, માતાવાળી પોળમાં અંદાજે સત્તર હજાર અને શાહપુરમાં નાગોરીવાડ, શંકરભુવન, શાહપુર અડ્ડા, શાહપુર વડ, બહાઈ સેન્ટર, રંગીલા ચોકી, શકિતનગર, મારવાડીની ચાલી, આ તમામ વિસ્તારમાં 28 હજારથી વધુ લોકો વસવાટ કરે છે.આ વિસ્તારમાં મરકજથી આવેલાઓનો ેચેપ કોરોનાના કેસ વધવાનું કારણ બન્યો હોવાનુ અનુમાન આગળ કરાઈ રહ્યુ છે.
કાલુપુરમાં લોકડાઉનનો ચુસ્ત અમલ ન થયો
મોટી હમામ,નાની હમામ,નવતાડની પોળ,કાલુપુર ટાવર,પઠાણની ચાલી,નવી મહોલાતમાં મળી વીસ હજારથી વધુની વસ્તીને લોકડાઉનનો ચુસ્ત અમલ ન થવાથી કેસ વધારો સહન કરવો પડયો છે.
અસારવામાં ચાલીઓમાં સંક્રમણ ચિંતાજનક
અસારવામાં કડીયાની ચાલી,કલાપીનગર,એમ.એલ.એ.કવાટર્સ,અમૃત કેશવ,તલાવડી અને મેઘાણીનગરના કેટલાક ભાગમાં ચાલીઓમાં કોરોના સંક્રમણને લઈને સતત કેસ વધતા અંતે રેડ ઝોનમાં આ વિસ્તારને સામેલ કરાયો છે.કડીયાની ચાલીમાંથી વીસ થી વધુ પોઝિટિવ કેસ મળ્યા હતા.
સરસપુર ઉત્તરઝોનમાં નવુ હોટસ્પોટ બન્યું
કોરોનાથી સરસપુરમાં સૌથી વધુ પ્રભાવિત કુંભારની ચાલી,બોમ્બે હાઉસીંગ,ચંદુલાલની ચાલી,મેજીસ્ટ્રેટની ચાલી,મંગળ પ્રભાતના છાપરાં,સંજયનગર,પટેલમીલની ચાલી,લુહાર શેરી,સુરધારા અને સોનારીયા બ્લોકમાં વસ્તીની ગીચતાને લઈ કોરોનાના કેસ વધતા આ વિસ્તારને રેડઝોનમાં મુકવામાં આવ્યો છે.36 હજારથી વધુની વસ્તી આ વિસ્તારોમાં વસે છે.
ગોમતીપુરમાં સોશિયલ ડીસ્ટન્સ ન જળવાતા કેસ વધ્યા
પૂર્વઝોનમાં આવેલા ગોમતીપુરની સુવાપંખીની ચાલી,ગજાનંદની ચાલી,મગનકુંભારની ચાલી,સંતોકબા હોસ્પિટલની બાજુમાં,ડોકટરની ચાલી,વોરાની ચાલી વગેરેમાં દસ હજારથી ઉપરની વસ્તી વસવાટ કરે છે પરંતુ પાસ-પાસમાં એક દિવાલે રહેતા હોઈ સોશિયલ ડીસ્ટન્સ ન જળવાતા પોઝિટિવ કેસ ઝડપથી વધી રહ્યા છે.
ગુલબાઈ ટેકરા વિસ્તાર પશ્ચિમનું હોટ સ્પોટ
પશ્ચિમ અમદાવાદમાં ગુલબાઈ ટેકરા વિસ્તારમાં દસ હજાર લોકો વસવાટ કરે છે.અહીં જેમના મકાન છે એમના અન્ય વિસ્તારમાં પણ મકાન છે.મ્યુનિ.દ્વારા સર્વેલન્સમાં એક કેસ શોધી કાઢવામા આવ્યા બાદ અત્યાર સુધીમાં આ વસાહત અને અન્ય સોસાયટી સુધી કોરોનાનો ચેપ પ્રસરી ગયો છે.