HDFC ના ચેરમેને વર્તમાન પરિસ્થિતિને હ્યૂમન ઈકોનોમિક ફાઈનેશિયલ (HEF) ક્રાઈસિસ ગણાવી છે. જે 2008 ના વૈશ્વિક નાણાકિય સંકટથી પુરી રીતે અલગ છે અને તેમાથી બહાર આવતા ઓછામાં ઓછા 9 મહિના લાગશે. HDFC ના ચેરમેને ભલામણ કરી કે ભારતનું ફાઈનેશિયલ સેક્ટર મજબૂત હોવુ જોઈએ નહી તો અર્થવ્યવસ્થા બરબાદ થઈ જશે. તેમણે નોન બેન્કિંગ ફાઈનેશિયલ કંપનીઓ (NBFCs) ને રેગુલેટ કરવા માટે ભાર મુક્યો.
8 હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત
કોરોના વાયરસ મહામારીએ સમગ્ર વિશ્વમાં જીવન અને અર્થવ્યવસ્થાને હરબાદ કરી નાખ્યું છે અને ભારત પણ તેનાથી બાકાત નથી. ભારતમાં અત્યાર સુધીમાં 272 લોકોના મોત થઈ ચુક્યા છે અને 8 હજારથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે.
ગરીબીમાથી બહાર નિકળવા માટે પગલા લેવાની જરૂર
ઈકોનોમિક ટાઈમ્સની રિપોર્ટ પ્રમાણે, તેમણે કહ્યું કે, ગરીબોને વધુ સમર્થન આપવું જોઈએ અને તેના માટે ગરીબીથી બહાર નિકળવા માટે પગલા લેવા જોઈએ. કોઈ પણ ગંભીર પરિસ્થિતિમાં સૌથી પહેલા તે પ્રભાવિત થતા હોય છે અને રિકવર છેલ્લે થાય છે. તે રાષ્ટ્રની રિડ છે. તેમને ભરોશો છે કે સરકાર સોમવારે પ્રોત્સાહન યોજના લાવી શકે છે. આ ઉપરાંત પારેખે જટીલ ટેક્સ નિયમોને હટાવવા પર ભાર મુક્યો. તેમણે ચેતવણી આપી કે, ક્રેડિટ જોખમને જોતા બેન્ક લોન આપવામાં ભારે કટ મુકી શકે છે.
વિનિર્માણને ફરી શરૂ કરવું પડશે
પારેખે ચિંતા વ્યક્ત કરી કે વિનિર્માણને ફરી શરૂ કરવું મુશ્કેલ છે. કેમ કે મજૂરો માટે જિંદગી કે આજીવિકાના ડર વચ્ચે પસંદગી કરવી મુશ્કેલ હશે. તેને મેનેજ કરવા માટે મજૂરોને પ્રોત્સાહિત કરવા જોઈએ. તેમણે કહ્યું કે, મેનેજમેન્ટે તેમની જિંદગીની સુરક્ષા, ભોજન અને રહેવાની ગેરેન્ટી આપવી જોઈએ. મેનેજમેન્ટે કોસ્ટ કટિંગ, ડાઉનસાઈજિંગ અને નો ઈંક્રીમેંટ/ બોનસ દ્વારા વધારે વિવેકી બનવુ જોઈએ. કેશ ફ્લો પરત મેળવવો પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ.