નવી દિલ્હી,
કોવિડ-19ને કારણે સર્જાયેલી લોક ડાઉનની સ્થિતિને કારણે દેશનો 8 મુખ્ય (કોર) ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રનો ગ્રોથ ઘટીને નેગેટિવ 6.5 ટકા રહ્યો હતો.ક્રૂડ ઓઇલ,નેચરલ ગેસ,રિફાઇનરી પ્રોડક્ટ,ફર્ટિલાઇઝર,સ્ટીલ,સિમેન્ટ અને ઇલેક્ટ્રીસિટીના ઉત્પાદનમાં થયેલા ઘટાડાની ગંભીર અસર કોર ગ્રોથ પર થઈ હતી. માર્ચ 2019માં આ ગ્રોથ વધીને 5.8 ટકાના સ્તરે જોવાયો હતો.ક્રૂડ ઓઇલ,નેચરલ ગેસ,રિફાઇનરી પ્રોડ્કટ,ફર્ટિલાઇઝર,સ્ટીલ,સિમેન્ટ અને ઇલેક્ટ્રીસિટીનું ઉત્પાદન નકારાત્મક 5.5 ટકા, 15.2 ટકા, 0.5 ટકા, 11.9 ટકા, 13 ટકા, 24.7 ટકા અને 7.2 ટકા ઘટીને રહ્યું હોવાનું સત્તાવાર ડેટામાં જણાવાયું હતું.કોલ ઉત્પાદનનો ગ્રોથ 4.1 ટકા ઘટીને રહ્યો હતો જે માર્ચ 2019માં 9.1 ટકા હતો.જ્યારે એપ્રિલથી માર્ચ 2019-20ના ગાળામાં કોર ગ્રોથ ઘટીને 0.6 ટકા નોંધાયો હતો જે અગાઉના નાણાં વર્ષમાં 4.4 ટકા હતો.