અમદાવાદ : કોર્ટે કેન્દ્ર, FDCA અને ફાર્મા કંપનીઓ કેડિલા ફાર્માસ્યુટિકલ્સ અને જેબી કેમિકલ્સને નોટિસ મોકલી છે.સુનાવણી માટે આગામી તારીખ 15 જૂન નક્કી કરવામાં આવી છે.પીઆઈએલ જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને અને વિશ્વભરમાં પ્રતિબંધિત દવાઓ ભારતમાં વેચવામાં ન આવે તે સુનિશ્ચિત કરવા માટે છે.કેટલીક દવાઓ લોકોને કેન્સર તરફ દોરી જાય છે તેવી વિગતો સામે આવી છે.જે અંગે અમદાવાદના જાગૃત અરજદારો આ મામલાને હાઈકોર્ટમાં ખેંચી ગયા છે.આ અંગે ગુજરાત હાઇકોર્ટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા અને ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન સંસ્થાને નોટિસ મોકલાવી છે.કારણ કે, હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ થઈ છે.જેમાં માંગણી કરવામાં આવી છે કે, કેન્સર કરી શકતી દવાઓ બજારમાંથી પાછી ખેંચાવી જોઈએ.
ગુજરાત હાઈકોર્ટે બુધવારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય,ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI),ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA),રાજ્ય સરકાર અને ગુજરાત સ્થિત બે ફાર્માસ્યુટિકલ કંપનીઓને પીઆઈએલ (જાહેર હિતની અરજી સંદર્ભે નોટિસ પાઠવી છે.અરજદારે દાવો કર્યો હતો કે ભારતમાં બિન-માનક અને પ્રતિબંધિત દવાઓનું મોટાપાયે ડમ્પિંગ કરવામાં આવે છે.અમદાવાદના વકીલ રાજેશકુમાર મિશ્રાએ આ PIL દાખલ કરી છે.તેઓએ અરજીમાં એમ જણાવ્યું છે કે, ભેળસેળ ધરાવતી તથા ઉતરતી ગુણવત્તા ધરાવતી દવાઓનું બજારમાં વેચાણ થાય છે અને ગુજરાત તથા આખા દેશમાં આ દવાઓનું ધૂમ ઉત્પાદન થાય છે.જે પૈકી કેટલીક દવાઓ કેન્સરનાં રોગને માણસના શરીરમાં નોતરી શકે છે! અરજીમાં તેઓએ આ દવાઓના નામો પણ કોર્ટને જણાવ્યા છે.
હાઈકોર્ટે આ PILમાં કેડિલા કંપની તથા JB કેમિકલને પક્ષકાર તરીકે જોડવાની અરજદારને પરવાનગી આપી અને આ બે ફાર્મા કંપનીઓ તથા સરકારને નોટિસ મોકલાવીને 15 જૂન સુધીમાં જવાબ દાખલ કરવા જણાવ્યું છે.આ અરજીમાં વિગતો રજૂ કરવામાં આવી છે કે દેશમાં બનતી રેનીટીડાઈન દવા પૈકી 90 ટકા દવાઓ આ બે કંપનીઓ ઉત્પાદન કરે છે.કોર્ટે કેન્દ્ર, FDCA અને ફાર્મા કંપનીઓ કેડિલા ફાર્માસ્યુટિકલ્સ અને જેબી કેમિકલ્સને નોટિસ મોકલી છે.સુનાવણી માટે આગામી તારીખ 15 જૂન નક્કી કરવામાં આવી છે.પીઆઈએલ જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને અને વિશ્વભરમાં પ્રતિબંધિત દવાઓ ભારતમાં વેચવામાં ન આવે તે સુનિશ્ચિત કરવા માટે છે.
આ અરજીમાં કહેવાયું છે કે, ગત્ સપ્ટેમ્બર મહિનામાં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને દવાઓના કુલ 1,456 સેમ્પલ ચેક કર્યા હતાં, જે પૈકી કેડિલા કંપનીની દવા એસિલોકનાં સેમ્પલ સ્ટાન્ડર્ડ ક્વોલિટી ચેકમાં ફેઈલ ગયા હતા.અમેરિકાનાં સતાવાળાઓએ 2015માં આ અંગે કેડિલા(માલિક: રાજીવ મોદી) કંપનીને ચેતવણી આપી હતી.કેડિલા કંપનીએ 2021માં રૂ.190 કરોડની અને 2022માં રૂ.220 કરોડની આ એસિલોક દવાનું વેચાણ કરી હતી.જે પૈકી માત્ર રૂ.8 કરોડની આ દવા બજારમાંથી પરત ખેંચવામાં આવી અને તેનો નાશ કરવામાં આવ્યો.આ દવા ભારત ઉપરાંત નેપાળ,ફિલિપાઈન્સ અને ઈન્ડોનેશિયામાં પણ વેચાણ કરવામાં આવે છે.
PILમાં એમ પણ કહેવાયું છે કે, આ દવાઓ ઉત્પાદન થાય ત્યારે અમુક ડિગ્રી તાપમાન હોય છે અને બજારમાં આ દવા ટ્રાન્સપોર્ટ તથા સ્ટોર થાય છે ત્યારે ઉંચુ તાપમાન હોય છે જેને કારણે આ દવા ખતરનાક બની જાય છે.