સમગ્ર વિશ્વમાં ચીનની વિરુદ્ધનો મત ઊભો થઇ રહ્યો છે અને સેંકડોમહાકાય મલ્ટિનેશનલ કંપનીઓ (એમએનસી) ચીનમાંથી પોતાનો બેઝશિફ્ટ કરવા માટે વિચારણા કરી રહી છે ત્યારે ભારત સરકારે આ પ્રકારની કંપનીઓને ભારતમાં આકર્ષીવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.મોદી સરકારે પ્રારંભથી જ ‘મેઇક ઇન ઇન્ડિયા’ કેમ્પેઇન દ્વારા વૈશ્વિક સ્તરેઆકર્ષક ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે ભારતની મજબૂત દાવેદારી રજૂકરી છે અને હવે કોરોના વાઇરસના પગલે ચીન પ્રત્યે નેગેટિવ સેન્ટિમેન્ટસર્જાયો છે ત્યારે સ્વાભાવિક રીતે ભારત ચીનના મજબૂત વિકલ્પ તરીકેઊભરી રહ્યું છે. સરકાર ચોક્કસ પગલાંઓ દ્વારા આગામી વર્ષોમાં અનેકકંપનીઓને ભારતમાં લાવવા માટે પ્રયત્નશીલ છે. કોરોના વાઇરસના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આમૂલ પરિવર્તનઆવશે એ નિશ્ચિત છે અને ગ્લોબલ સપ્લાય ચેઇનનો અમુક હિસ્સોચીનથી શિફ્ટ થશે એ પણ નિર્વિવાદ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએચીનમાંથી પોતાની ઉત્પાદન કામગીરી ડાયવર્સિફાઇ કરવા માંગતીકંપનીઓને ભારતમાં આકર્ષવા માટે વિવિધ પગલાં નક્કી કરવા માટેપોતાના સહયોગીઓ સાથે તાજેતરમાં જ ચર્ચા કરી હતી. આગામીઅઠવાડિયાઓમાં કેબિનેટ દ્વારા કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજી પેપર ક્લિયરકરવામાં આવશે.
ફેબ્રુઆરી મહિનામાં કોરોના વાઇરસના ઉત્પત્તિ સ્થાન વુહાનમાં ઉત્પાદનકામગીરી અટકી જવાથી સપ્લાયને મોટી અસર થઇ હતી ત્યારે જ વડાપ્રધાને મહત્ત્વની દવાઓ, ઇલેક્ટ્રોનિક્સ અને કેમિકલ્સમાં ભારતનેસ્વનિર્ભર બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.ભારત અને ખાસકરીને ગુજરાતને આ નીતિથી ઘણો લાભ થશે કારણ કે ગુજરાત ભારતનુંસૌથી વધારે ઔદ્યોગિત ઉત્પાદન કરતા રાજ્યો પૈકી એક છે અનેમલ્ટિનેશનલ કંપનીઓ માટે આવશ્યક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ધરાવે છે.અહીં રસપ્રદ બાબત એ છે કે ભારત છેલ્લાં કેટલાક મહિનાઓથી ‘ચીનપ્લસ વન’ સ્ટ્રેટેજી પર કામ કરી રહ્યું હતું પરંતુ કોરોના વાઇરસના પગલેચીન પ્રત્યેનો વૈશ્વિક સેન્ટિમેન્ટ નેગેટિવ બન્યો છે ત્યારે ભારતના પ્રયત્નોનેવેગ મળ્યો છે.ભારત માટે મહત્ત્વની બાબત એ છે કે અનેક દેશો પોતાનીકંપનીઓને ચીન સિવાયના દેશોમાં ઉત્પાદન સુવિધા સ્થાપવા માટેપ્રોત્સાહન આપી રહ્યા છે.
અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માઇક પોમ્પિયોએ તો એક નિવેદનમાંજણાવ્યું હતું કે ભારત અને યુએસ બંને દેશો સપ્લાય ચેઇનને,ખાસ કરીનેરાષ્ટ્રીય સુરક્ષાને લગતી બાબતોમાં, વધુ મજબૂત બનાવવા પ્રયત્નશીલ છે. ચીનમાં લેબર ચાર્જમાં તીવ્ર વધારાના કારણે અનેક મલ્ટિનેશનલ કંપનીઓપહેલેથી જ ચીનના વિકલ્પો વિશે ગંભીરતાથી વિચારી રહી હતી. વાઇરસસાથે ચીનની લિન્ક હોવાના કારણે સપ્લાય ચેઇનમાં તેના પ્રભુત્વ વિશેવૈશ્વિક સ્તરે ફેરવિચારણા ચાલી રહી છે તેનાથી ભારતને લાભ થશે. સરકાર જે યોજના તૈયાર કરી રહી છે તેમાં વિવિધ ઔદ્યોગિક એસ્ટેટ્સમાંપ્લગ એન્ડ પ્લે મોડલ ચાવીરૂપ રહેશે. છેલ્લાં અનેક મહિનાઓથી તેના પરકામ ચાલી રહ્યું છે અને આ સુવિધા કંપનીઓને તેમના પ્લાન્ટ માટેનીસંભવિત સાઇટ્સ ઓળખવામાં મદદ કરશે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશનઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી) એક જીઆઇએસ-બેઝ્ડ પ્લેટફોર્મ તૈયાર કરી રહી છે, જે હાલમાં લગભગ એક ડઝન રાજ્યોકવર કરે છે અને તેના પરથી રોકાણકારો તેમની સાઇટ પસંદ કરી શકશે.
સરકાર એક સિંગલ વિન્ડો પ્લેટફોર્મ પણ તૈયાર કરી રહી છે જેમાં સેન્ટ્રલઅને સ્ટેટ કિલયરન્સ મળી શકે અને તેમાં ઇલેક્ટ્રોનિક ટ્રેકિંગ અનેમોનિટરિંગ સિસ્ટમ પણ હશે. અહેવાલો મુજબ, આ માટેના પોર્ટલ તૈયારછે અને અમુક ટેક્નોલોજીકલ મુદ્દાઓ ઉકેલવામાં આવી રહ્યા છે.બજેટમાંપણ નાણાંમંત્રીએ એક ઇન્વેસ્ટમેન્ટ ક્લિયરન્સ સેલની જાહેરાત કરી હતીઅને તે પણ આ જ દિશાનું મહત્ત્વનું પગલું છે.એવી પણ શક્યતા છે કે સરકાર ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં નવા એસ્ટેટ્સઅને ઇકોનોમિક ઝોન વિકસાવવા માટે પણ આગળ વધશે. ઉપરાંત, જેરાજ્ય જે સેક્ટરમાં અગ્રણી છે ત્યાં તે સેક્ટરના નવા રોકાણ માટે પણસેન્ટર-સ્ટેટ પાર્ટનરશીપ વધારવામાં આવશે. જેમ કે ગુજરાત, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં ફાર્મા સેક્ટરના નવા રોકાણ આવી શકે છે જ્યારેઇલેક્ટ્રોનિક્સમાં ઝડપથી આગળ વધી રહેલા ઉત્તર પ્રદેશમાં ઇલેક્ટ્રોનિક્સ ઉપરાંત એગ્રો-બેઝ્ડ ઉદ્યોગોને પણ વેગ આપવામાંઆવશે.