નવી દિલ્હી તા.12 જાન્યુઆરી 2021 મંગળવાર
કોરોનાના પગલે દેશમાં એક નવું જોખમ પેદા થયું હતું.છેલ્લા સાત માસમાં 33 હજાર ટન બાયોમેડિકલ વેસ્ટ (કચરો) પેદા થયો હતો.
સૌથી વધુ કચરો 55 હજાર ટનથી પણ વધુ 2020ના ઓક્ટોબરમાં પેદા થયો હતો.આ કચરો ક્યાં જાય છે. એનો નિકાલ કેવી રીતે કરાય છે.એના દ્વારા કોઇ પ્રકારનો ચેપ ફેલાય ખરો કે નહીં એ સવાલનો જવાબ મળવો મુશ્કેલ છે.
કોરોનાની સારવાર દરમિયાન નીકળતા બાયોમેડિકલ વેસ્ટમાં હેલ્થ વર્કર્સે વાપરેલો પીપીઇ કીટ,માસ્ક,શૂકવર,હાથમોજાં,ચેપગ્રસ્ત લોકોનું રક્ત,પ્લાસ્ટર કાસ્ટિંગ,એડ્હેસીવ ટેપ્સ, રૂ, નાક મોઢું લૂછ્યા પછીના પેપર નેપ્કીન્સ,વગેરેનો કચરો બાયોમેડિકલ વેસ્ટ કહેવાય.એને ખુલ્લામાં નાખી દઇ શકાય નહીં.
સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)ના એક અહેવાલ મુજબ એકલા ભારતમાં છેલ્લા સાત મહિનામાં 33 હજાર ટન બાયોમેડિકલ વેસ્ટ પેદા થયો હતો. ઓક્ટોબરમાં પેદા થયેલો 55 હજાર ટનથી વધુ વેસ્ટ અલગ.એમાંય સૌથી વધુ બાયોમેડિકલ વેસ્ટ મહારાષ્ટ્ર રાજ્યનો હતો.મહારાષ્ટ્રમાં 3,587 ટન બાયોમેડિકલ વેસ્ટ નીકળ્યો હતો.
આવા કચરાને ગમે ત્યાં ઉકરડામાં નાખી દેવામાં બહુ મોટું જોખમ રહે છે.ઉકરડો સાફ કરનારા સફાઇ કર્મચારીઓમાં આ કચરાથી જીવલેણ જોખમ પેદા થઇ શકે.આવા કચરાને ખાસ રસાયણો દ્વારા ભયમુક્ત કરવો પડે અથવા નિર્જન સ્થળે એને જલાવી દેવો પડે. હજુ સુધી તો આ બાયોમેડિકલ વેસ્ટનેા કેવી રીતે ક્યાં નિકાલ કરાયો છે એની કોઇ વિગત ઉપલબ્ધ નથી.
આ કચરા ઉપરાંત દેશની વિવિધ હૉસ્પિટલોમાંથી પણ રોજ હજારો ટન બાયોમેડિકલ વેસ્ટ પેદા થતો હોય છે.એનો નિકાલ પણ ખાસ પદ્ધતિથી કરવો પડે.માણસને થતી વિવિધ બીમારીઓની સારવાર દરમિયાન આવો કચરો પેદા થતો હોય છે.એ પણ સમાજ માટે જોખમી બની શકે ખરો.