– સુનાવણી દરમિયાન સુપ્રીમે કહ્યું,દેશમાં આર્થિક સંકટ ઉભું થાય એવો કોઈ નિર્ણય લેવાશે નહીં
કોરોના મહામારીનાં કારણે વ્યાજદરોમાં માફી આપવાની અરજી અને મોરેટોરિયમ બાબતે સુનાવણી કરતા સુપ્રીમે જણાવ્યું હતું કે એવો કોઈ આદેશ આપવામાં આવશે નહી,જે દેશમાં આર્થિક જોખમ ઉભું કરે.આ દરમિયાન મોરેટોરિયમ બાબતે સુપ્રીમમાં કેન્દ્ર સરકારે પોતાનો પક્ષ રજુ કરતા કહયું હતું કે જો છ મહિનાની મોરેટોરિયમ અવધી દરમિયાન તમામ વ્યાજ માફ કરવામાં આવે તો વધુ છ લાખ કરોડ રૂપિયાનો બોજ પડશે.જો બેન્કો આ ભારણ સહન કરવા વિચારણા કરે તો તેમની આવકનો મોટો હિસ્સો ખતમ થઈ શકે છે.
જસ્ટિસ અશોક ભૂષણ,જસ્ટિસ આર સુભાષ અને જસ્ટિસ એમઆર શાહની પીઠને સરકાર તરફથી રજું થયેલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહયું હતું કે જો બેન્કો ઉપર આ તમામ વ્યાજનો બોજો નાખવામાં આવે તો તેમની હાલત વધુ ખરાબ થઈ શકે છે.આ બાબતે બેન્કોનાં હિતમાં નથી.કેટલીક બેન્કોનાં અસ્તિત્વ ટકાવવા મુશ્કેલ બની શકે એવી પરિસ્થિતિ સર્જાશે.આથી જ વ્યાજ ઉપર છુટ આપવાની બાબતે વિચારણા કરવામાં આવી રહી નથી અને મોરેટોરિયમ હેઠળ માત્ર હાની ચુકવણી ટાળવામાં આવી હતી.જો માત્ર એસબીઆઈ છ મહિના માટે વ્યાજ માફ કરે તો ૬૫ વર્ષમાં એકઠી કરેલ ચોખી મૂડી અડધી રહી જશે.
મહેતાએ વધુ વાત કરતા જણાવ્યું હતું કે,બેન્કોમાં માટે જમાકાર્તાઓ ઉપર ભારણ વધાર્યા વિના ચક્રવૃદ્ધિ વ્યાજની માફી અશકય છે.છતાં પપણ બેન્કો વ્યાજમાફીનો નિર્ણય લે છે તો તેની પ્રતિકુળ અસર જોવા મળશે તેમજ એ દેશની આર્થિક સ્થિતિ ઉપર સીધી અસર થશે.આ બાબતે મહેતાની દલીલ સાંભળીને સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કોર્ટ એવો કોઈ જ આદેશ નહી આપે કે જેથી દેશમાં આર્થિક સંકટ ઉભું થાય.દેશની અર્થવ્યવસ્થાને જોખમી કરીને કોઈ નિર્ણય લેવો યોગ્ય નથી જ.
ઉલ્લેખનીય છે કે આ નિર્ણય એસોશિએશન ઓફ પાવર પ્રોડુસર્સ, કન્ફેડરેશન ઓફ રીયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન,શોપિંગ સેન્ટર એશોસિએશન ઓફ ઈન્ડીયા સહિત અન્ય ઉધોગ એકામોની અરજી સુનાવણી દરમિયાન સુપ્રીમે કર્યેા હતો.જેમાં કોરોના કોરોનાં મહામારીને ધ્યાનમાં રાખીને વ્યાજમાં રાહત આપવાની માગ કરવામાં આવી હતી.આ બાબતે આજે પણ સુનાવણી યથાવત રહેવામાં આવશે.